________________
પ્રકાશ જગતના કેટલાક જ ભાગો ને પ્રકાશિત કરી શકે છે, એની પોતાની મર્યાદા હોય છે, પરંતુ આત્મપરિણામી પ્રકાશ અસીમિત હોય છે. સમગ્ર લોકને તે પ્રકાશિત કરતો હોય છે.
“ધમ્મતિયૂયરે” દુઃખ દૂર કરે. ધર્મ અન્તર્યાત્રા છે. તીર્થંકર એ અન્તર્યાત્રા નું અનુસંધાન છે. સાક્ષાત વિધાન છે. જગતનું મોટામાં મોટું અનુદાન છે. તરવા લાયકને તારવા એ એમનો નિયમ છે.પાર ઉતારવા એમનો ધર્મ છે. સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ તીર્થની સ્થાપના તો એકરે છે, પણ તેમનું નામ પણ તીર્થકર છે. એમનું સ્વરૂપ તીર્થમય છે. એમની વાણી પણ તીર્થમય છે. એમનો વ્યવહાર પણ તીર્યમય છે. એમની સદ્ધર્મપ્રરૂપણા પોતે તીર્થ છે. તેઓ તીર્થના અધિપતી છે, સાથે સ્વયં સાક્ષાત તીર્થ છે. કોઇને ડૂબવા ન દેવા, બધાને બચાવી લેવા. બધાને તારી લેવા. દરેક જીવોને આ તીર્થશાસનનાં ભક્ત બનાવવાની ભાવના જ તીર્થંકર બનવાનો નિયમ છે. નિયમનાં નાચ આજે પોતે નિયમ બની ને આપણા માં પરમ સ્વરૂપે પ્રગટ કરે છે.
જે તીર્થની રચના કરે છે તેઓ તીર્થકર કહેવાય છે. તીર્થંકર પ્રજ્ઞાને જગાવી પરોપકાર કરે છે. સિધ્ધાંતનું સમીકરણ કરી આપણને સંસ્કાર આપે છે. સિધ્ધત્વનું અનુદાન કરી આપણામાં સાક્ષાતકાર કરે છે.
તેઓ સ્વીકારે છે આપણાં નમસ્કાર અને સામે આપે છે નિરાકાર અનુભૂતિ નો પુરસ્કાર.નિર્વિકાર વાસ્તવિકતા નો મૂળાધાર.
પોતે ખાતા નથી પણ આપણને પ્રેમથી ખવરાવે છે, ખાતાશીખવે છે. પોતે સૂતા નથી પણ આપણને પ્રેમથી સૂવરાવે છે, સૂતા શીખવે છે.
સ્થિરીકરણ કરે છે સ્વયંની સિધ્ધ પર્યાયમાં પણ વિચરણ કરે છે આપણી વિશુધ્ધ આત્મપર્યાયમાં. તેમને આપણા આત્મ દરબારમાં આમંત્રિત કરીએ. નિમંત્રિત કરીએ. અન્તર્દશામાં આવિર્ભત કરીએ. અંતઃકરણમાં અન્તનિહિત કરીએ. સ્વર અને શબ્દમાં સંયોજીત કરીએ. કિર્તિત કરીએ. વંદિત કરીએ. પૂજિત કરીએ.
જિન સ્વરૂપ અને નિજ સ્વરૂપ બન્ને એક છે. આ એકમાં અનેક છે. અનેકમાં એક છે. જિનાનંદની અનુભૂતિમાં નિજાનંદનો પ્રસાદ છે. જિનેશ્વર દેવ આપણાં નિજસાક્ષીભાવનાં સાક્ષાત પરિણામ છે. પ્રસાદ ને પરિણામ બન્ને પ્રત્યક્ષ થાય છે. તો પ્રતિકુળતા પરોક્ષ બની જાય છે. રાગ અને દ્વેષ એ વિકારોના બીજ છે. લોગસ્સ સૂત્રના પ્રશાસ્તા વીતરાગ પ્રભુ! પોતાની વીતરાગતા દ્વારા રાગ દ્વેષનું ઉનમૂલન કરે છે. આપણી અંદર પડેલા સુષુપ્ત વીતરાગ ભાવો ને જાગૃત કરી આપણામાં સિધ્ધત્વનું ઉન્સિલન કરે છે. આ અરિહંત છે. પોતાના અને આપણાં કર્મોનો અંત કરનાર છે. એ સંયમ
[19]
Mવાર.