________________
છે. લોકનાં આ મહત્વને કારણે આને લોક પુરુષનાં નામથી અભિહિત કરવામાં આવેલ છે.
આચારંગ જેવા આગમોમાં લોક સ્વરૂપ, લોકવિજય વગેરે અધ્યનોનાં નામ છે. એમાં લોક વિજયનો અર્થ સમસ્ત સંસાર ઉપર વિજય મેળવવો એમ નથી થતો પણ પોતાના ઉપર વિજય મેળવવો એમ થાય છે. માનવની અંદર એનું પોતાનું બનાવેલું બ્રહ્માંડ છે. પોતાની ઉપર વિજય મેળવવો અર્થાત સમગ્ર વિશ્વ ઉપર વિજય મેળવ્યા બરાબર છે.
લોકમાં રહીને અલૌકિકતાને પ્રગટ કરનાર , પોતાની ચેતનાશકિતથી અન્ય ચૈતન્યજગતનાં પરમાર્થિક રહસ્યને પ્રગટ કરનાર, લોકપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીએ કાવ્યમાં આનું સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે, માનવી લોકમાં રહીને પણ લોકને નથી સમજી શકયો. પોતાના સુખ દુઃખનાં કારણોને તે અન્ય વ્યકિતને જવાબદાર માની તેને દોષિત ગણે છે. સુખ દુઃખનાં કારણો સ્વનિર્મિત અને સ્વનિયોજીત હોય છે. પ્રત્યેક સ્વનો વિસ્તાર આ લોક છે. ન તો કોઇ બીજાને સુખ દુ:ખ આપી શકે છે કે ન તો કોઇ બીજા અન્ય પર સુખ દુઃખનું આરોપણ કરી શકે છે. જગતનું મોટામાં મોટું આશ્ચર્ય એ જકે પોતે પોતાને જનથી સમજી શકતો!
સ્વ માં સ્વ ને જોડવા માટે પરમ પુરુષોનું સાનિધ્ય જરૂરી છે. જોડવાની પરમ પવિત્ર પ્રણાલી ભારત વર્ષની ગૌરવગાથા રહી છે. પરમ પુરુષોનો સ્વ નો વિસ્તાર એટલો વિશાળ હોય છે કે બીજા જીવોની સુખ દુ:ખની સંવેદનાને સમજી શકે છે. સ્વાનુભૂતિ થી સમાનાભૂતિનું દર્શન સમગ્ર ભારતનાં ધર્મ દર્શનમાં વ્યાપેલું છે. લોગસ્સનાં આ લઘુ સૂત્રમાં સ્વચેતના અને બ્રહ્મચેતનાનાં સમીકરણ સ્વરૂપ મનુષ્ય છે અને બ્રહ્મસત્તાનું પ્રગટ સ્વરૂપ પરમાત્મા છે. માનવ અને ભગવાન વચ્ચેની આ ભેદરેખાને ભેદવાવાળી સાડાત્રણ આવર્તનની ભવ્ય પ્રક્રિયાનું નામ છે “લોગસ્સ''.
લોગસ્સની પ્રથમ પંકિતમાં પ્રભુને લોકને પ્રકાશિત કરનાર બતાવેલ છે. ઉધોત” શબ્દ બે અર્થોની અભિવ્યંજના પ્રસ્તુત કરે છે સૂર્યોદય અને અરુણોદય, અરુણોદયનું આગમન સૂર્યોદયનાં આગમનનાં પૂર્વની સૂચના છે, પ્રસ્તાવના છે. એટલે સૂર્યોદયથી કંઇ એનું મહત્વ ઓછું નથી! અંધકારને દૂર થવું ને પ્રકાશનું આગમન થવું એ એક અગત્યની ઘટના છે. આ ઘટનામાં જ પૂર્વ દિશાનું રહસ્ય સમાયેલું છે. સૃષ્ટિની અખંડતામાં દિશાઓનું વિભાગીકરણ કોણ કરી શકે છે? કોણ તેને તોડી શકે છે? રાત અને દિવસનાં મિલનનો સમય દિશા વિભાજનની રૂપરેખા છે. અંતરિક્ષની અખંડતાખંડોમાં વિભાજીત થાય છે છતાં ખંડિત નથી થતી.
આ અખંડ અવિભાજ્ય સત્તામાં સત્ય પ્રગટ થાય છે. પૂર્ણત્વ માંથી જે પ્રગટ થાય છે તે પૂર્ણ જ હોય છે. જેમાં માતા બાળકને જન્મ આપે છે, પોતાના જેવા જ પૂર્ણ અસ્તિત્વનો આ જન્મ હોય છે. એક પૂર્ણ અસ્તિત્વને પ્રગટ કરવાવાળી માતા અપૂર્ણ નથી હોતી. બાળકનાં જીવનનો વિકલ્પ માતા જ બનાવે છે. એક દેહમાં માતા પૂર્ણ
[17]