________________
લોકમાં આપણે રહેવું છે, ફક્ત રહેવુંનથી. લોકમાં આપણે રમણ કરવું છે, ફક્ત રમણ જ નથી કરવું. લોકમાં આપણે જમવુંપણ છે, ફક્ત જમવુંજ નથી. લોકમાં આપણે ચાલવું પણ છે, ફક્ત ચાલવુંજ નથી. લોકમાં આપણે સ્થિર થવું છે, ફકત સ્થિર જ નથી થવું. લોકને આપણે ઓળખવો પણ છે, જાણવો પણ છે, અને આપણું અંતિમ લક્ષ્ય જે સિધ્ધ શિલા છે ત્યાં સુધી પહોંચવું પણ છે.
મેરુ પર્વતનાં આજ્ઞા ચક્રમાં અંકિત અભિષેક શિલા દ્વારા સિધ્ધ શિલા સુધી પહોંચી શકાય તેવું કાર્ય સિધ્ધ કરવું છે. લોગસ્સ સૂત્ર ની પ્રથમ ગાથાનાં પ્રથમ ચરણનો પ્રથમ શબ્દ ‘‘લોગસ્સ’’ છે. લોક યાત્રાનો પ્રારંભ થાય છે. આ સૂત્રની અંતિમ ગાયાનું છેલ્લું ચરણ ‘‘સિધ્ધાસિધ્ધિમમ દિસંતુ'' છે. લોક યાત્રાની સમાપ્તિ લોકાગ્ર સ્થાન છે. જ્યાં સિધ્ધશિલા છે. સિધ્ધાવસ્થાનું આજ સ્થાન છે. આવી રીતે લોગસ્સ ‘‘સિધ્ધા સિધ્ધિ મમ દિસંતુ'' નિર્વાણસ્થિતિનું સંપર્ક સૂત્ર છે. આપણે અહીં પ્રવાસ કરી પહોંચવું છે અને આપણું સિધ્ધ સ્વરૂપ પ્રગટ કરવું છે. લોગસ્સ અર્થાત વિશ્વની સમગ્રતા. લોગસ્સ સૂત્ર એટલે ચેતનાનાં અસ્તિત્વનું સાક્ષી સૂત્ર. આ એક એવું સાધન છે જે પોતે સાધ્ય બની જાય છે. આ એક એવી યાત્રા છે જે પોતે જ મંજિલ બનીજાય છે.
લોક શબ્દ સર્વત્ર વ્યાપ્ત છે. લોકનું સ્વરૂપ આપણે હમણાં જોયું. લોકમાં મેરુ પર્વત જોયો. શબ્દની દ્રષ્ટિએ આ નવકાર મંત્રનાં પાંચમાં પદમાં લોએ શબ્દ રૂપે છે. મંગલિકમાં લોગુત્તમા રૂપે છે. નમોત્પુર્ણ માં લોગુત્તમાણં, લોગનાહાણ, લોગહિયાણું, લોગપઇવાણું,લોગપજ્જોયગરાણં માં લોક શબ્દ છે. આચારંગસૂત્રમાં લોકસ્વરૂપ અને લોકવિજય એ બે નામનાં અધ્યાય છે. આવી રીતે લોક શબ્દ લોકપ્રિયતા સાથે અધ્યાત્મપ્રિય પણ રહ્યો છે. લોક બહાર પણ છે અને અંદર પણ છે, બન્ને લોકને જીતીને જ સિધ્ધ થવું છે. લોક અર્થાત્ જગત, બ્રહ્માંડ, દુનિયા, સૃષ્ટિ, સંસાર, વિશ્વ, યુનીવર્સ. જ્ઞાની પુરુષોએ લોકનાં ચાર ભેદ બતાવીને તેની વ્યાખ્યા વધારે સ્પષ્ટ કરી છે.
૧.દ્રવ્યલોક, ૨. ક્ષેત્રલોક, ૩. કાળલોક, ૪. ભાવલોક,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આ પંચાસ્તિકાય અને કાળ આવા ષડ્વવ્યનાં સમૂહને દ્રવ્યલોક કહે છે. ચૌદ રાજલોકનો વિસ્તાર ક્ષેત્રલોક છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું એકીકરણ કાળલોક છે. ગુણ અને પર્યાયનો સમૂહ ભાવલોક છે.
આ લોક આપણી ચેતનાનાં અસ્તિત્વનો સાક્ષી છે. લોક શાશ્વત છે. એમાં રહેલી આપણી ચેતના પણ શાશ્વત છે. પોતાનામાં સપૂર્ણ વિશ્વની સમગ્રતા સમાવનાર આ લોક, બ્રહ્માંડસત્તાનું તથા સમસ્ત જીવરાશિની ચેતનસત્તાનું પ્રતીક
[16]