________________
શકેન્દ્ર દ્વારા કરવામાં આવતો અભિષેક પરમાત્માનાં દેહનો અભિષેક છે. આજે આપણે જે અભિષેક કરી રહ્યાં છે તે પરમતત્વ પ્રત્યેનાં આપણા શુભ ભાવોનો . અભિષેક છે. શારીરિક રીતે આપણી પાંચ ઇન્દ્રિયોને આજે શકેન્દ્ર બનવાનો અવસર મળ્યો છે. જે ઇન્દ્રિયો આજ સુધી ફકત સંસાર વિસ્તરણનાં કાર્યમાં રત હતી તે આજે સંસાર ક્ષયનું કારણ બની રહી છે. પરમાત્મા તો શરીર થી પણ પવિત્ર છે અને આત્માથી પણ નિર્મળ સત્તાના સ્વામી છે. એમને કોઇ જ અભિષેકની જરૂર નથી. જરૂર તો આપણે છે. આપણી નિર્મળતા પ્રગટ કરવા માટે આપણે અભિષેકની જરૂરી છે.
દેવેન્દ્ર આ પ્રક્રિયા પૂર્વે પ્રભુની આજ્ઞા માગે છે. પ્રભુ જન્મઅભિષેક કરવા માટે અમે આપને પંડકવનમાં અભિષેક શિલા પર લઇ જવા માગીએ છે તો આજ્ઞા આપો. આપણે આજે આપણા આજ્ઞા ચક્રમાં પ્રભુનાં અભિષેકની આજ્ઞા લઇશું. એટલે એક સાથે ઉચ્ચાર કરીશું..
:- આપનીકાયા ને *
નીસીરિયાએ
:- હે પ્રભુ!તમારા સાનિધ્યમાં આવવાની. અણુજાણહ
:- અમને આજ્ઞા આપો. મેમિ ઉષ્મહં
- તમારા અવગ્રહ મંડળમાં ( જેની મેં મારા
આજ્ઞા ચક્રમાં પ્રતિષ્ઠા કરી છે.) નિસીહિ . - આવવાની અહો કાર્ય , કાયે સંફાસ
" :- મારી પોતાની કાયાથી સ્પર્શ કરવા માટે ખમણિજ્જો બે કિલામો - આપને જો કષ્ટ-અશાતના થાય તો ક્ષમા
" કરજો. હવે બંધ આંખોએ એમનો અભિષેક કરો. મેરુપર્વતનાં ચિત્રમાં તમે જે અભિષેક શિલા જોઇ છે એને આજ્ઞા ચક્ર પર અંકિત કરી અને ત્યાં જ આ કાર્ય સંપન્ન કરો. અભિષેક કરતા કરતા કીર્તન કરો. શું બોલશો કીર્તનમાં? આ શબ્દો ગુર ગૌતમ સ્વામીનાં છે. શબ્દો મંત્ર બન્યા, અને મંત્રો સૂત્રમાં બંધાયા. આ સૂત્રને ગુરુ ગૌતમસ્વામીની પરમ ભેટ સમજીને તેનો સ્વીકાર કરો. ધ્યાન પૂર્વક હવે જ્યાં સુધી અભિષેકનાં દર્શન ન થાય ત્યાં સુધી પ્રથમ ગાથાબોલતા રહો. ' લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિ©યરે જિણે..
અરિહંતે કિgઇટ્સ, ચઉવિસં પિ કેવલિ II. “લોગસ્સ ઉજ્જોયગરે" નો અર્થ છે લોકમાં પ્રકાશ પાથરનાર લોક શબ્દનો અર્થ લુક ધાતુ ઉપરથી બનેલો છે. જેનો અર્થ થાય છે જોવું.
લોકમાં આપણે જોયું છે, ફકત જોવું નથી.
[ 15 ]