________________
છે. જે પ્રાણધારાને નીચેથી ઉપર તરફ મોકલે છે. બધી ચીજો ગુરુત્વાકર્ષણને કારણે નીચે જાય છે. પણ મનુષ્યની પ્રાણધારા નીચેથી ઉપર તરફ જઇ શકે છે. પશુઓમાં આ મેરુદંડ આડો હોય છે. વનસ્પતિમાં આ મેરુદંડ નીચે તરફ જતો એટલે કે ઊંધો હોય છે. કંદમૂળમાં આ મેરુદંડ આડોઅવળો અને તૂટેલો હોય છે. એ રીતે જીવ જગતની સમગ્ર સૃષ્ટિમાં માનવ સૌથી ઉત્તમ જીવ છે. મેરુ પર્વતની જેમ માનવીનો મેરુદંડ ઉર્ધ્વગમન માટેનું પ્રતીક છે. તમે ચિત્રમાં જોઇ શકો છો કે એક પંડકવન છે. આ પંડકવનમાં અભિષેક શિલા છે. આ શિલા પર તીર્થંકર ભગવાનનાં જન્મોત્સવનો અભિષેક થાય છે. ઇન્દ્ર પોતે પાંચ રૂપ ધારણ કરીને પ્રભુનો અભિષેક કરે છે. આપણી અંદર આ સ્થાન આપણું આજ્ઞા ચક્ર છે. આમાં આપણી પાંચેય ઇન્દ્રિઓ અભિષેક કરવા માટે તત્પર રહે છે. જ્યારે આપણાં આત્મામાં ભગવત્સતા પ્રગટે છે ત્યારે આપણી પાંચેય ઇન્દ્રિયો ભગવત્સતાનું અભિનંદન કરે છે. ધ્યાનમાં પાંચ ઇન્દ્રનું સ્થાન પાંચેય ઇન્દ્રિયોંલે છે.
મેરુપર્વતનાં ચિત્રમાં પંડકવનમાં આવેલી અભિષેક શિલા જે આવા આકારની છે. એ મેરુદંડમાં મગજ સાથે સંબંધિત સંયોજન સ્થાને આજ્ઞાચક્રમાં છે. હવે આપણે એક પ્રયોગ કરીશું. આ કલ્પના નથી, વિજ્યુલાઇજેશન છે. આજે આપણે એમનો જન્માભિષેક કરવાનો છે જેમણે આપણા જન્મ-મૃત્યુનું નિવારણ બતાવ્યું છે. મોક્ષમાર્ગ બતાવ્યો છે. આવી પળો પાછી કયારે મળશે? દેવેન્દ્ર જેવા આપણે થઇએ ન થઇએ, પ્રભુનો ન્મઅભિષેક આપણા હાથે થાય કે ન થાય, આત્મજનો! તમે એ દેવ જન્મ પ્રાપ્તિની આશા કે ચિંતા ન કરો! એ આનંદને આપણે આ જન્મમાં આજે જ અત્યારે જ અનુભવવો છે. પ્રભુના અભિષેકમાં આવવાનું આજે મારું તમને ભાવભર્યું પ્રેમમય આમંત્રણ છે. તમે આવો ભગવત્સત્તાનાં અભિનંદન કરો. તમે કેટલાયે જન્મોમાં કેટલાયે બાળકોને જન્મ દીધો હશે. પછી તેને સ્નાન પણ કરાવ્યું હશે. પણ આજે અન્ય કોઇ બાળકનો આ જન્મોત્સવ નથી, પણ આ તો છે પરમાત્માનાં જન્મનો અભિષેક. જેનો જન્મ પવિત્ર છે. તન-મન-જીવન પવિત્ર છે. એમના અભિષેકથી શું તાત્પર્ય હોય શકે? છતાં પણ આ અભિષેક એટલા માટે કરવામાં આવે છે કે પરમાત્માનો અભિષેક આપણો પોતાનો આત્મઅભિષેક છે. જન્મો જન્મનાં કષાયકર્મો આ અભિષેકથી તોડી શકાય છે. આત્માનાં શુધ્ધચિરંતર પરિણામે પ્રગટે છે.
આવો આજે આપણે આપણાં શુભ ભાવોથી શુધ્ધચિદરૂપનો અભિષેક કરીએ. શુભભાવ સ્ત્રોતથી આયોજીત આ અભિષેકનાં એક-એક ટીપાંમાં આપણાં આત્મકલ્યાણનું આયોજન કરીએ, ભગવત્સત્તાનો અભિષેક આપણો પોતાનો અભિષેક છે. એ કહે છે જેનો તું અભિષેક કરે છે એ તું પોતે જ છે. આ તારો જ અભિષેક છે.
.
[14]