________________
સંખ્યાનાં લોકો ને જ હું પ્રકાશ આપીશ. ફલાણા ગામનું અંધારુ દૂર કરીશ,આટલા જ ફૂલોને ખીલવીશ, આટલા ફળોમાં જીવન અર્પીશ, એતો બસ જેમ જેમ દિવસ ચઢે છે..તે વહેંચે છે, વહે છે, વીખરાય છે, વ્યાપે છે. પણ હા..જ્યારે સાંજ પડે છે ત્યારે બધું જ બદલાઇ જાય છે. સૂર્યનો અસ્ત થતો જ નથી અંધકારનો ઉદય થઇ જાય છે. જગતનાં લોકોનો અંધકાર શરૂ થવા પૂર્વેની આ ઘટના છે.
વાતાવરણ માં સવાર હતી. પ્રભુ વિરહમાં વિતેલી રાત હતી. ક્યાંક ભકતભાવિકાઓનાં જીવનમાં અંધકાર ન છવાઇ જાય ? જન્મો જન્મ અજવાળે એવો દીપ પ્રગટાવો. એવો સૂર્ય ઉગો જે છૂપાય નહીં વાદળોમાં, અંધકારમાં અસ્ત ન થાય. ભલે આરો.બદલાય, સમય બદલાય, કાળ પડખું ફેરવે પણ એ ઉજાસ જ દે તેવો પરમભાવ પરમ કૃપાળુ ગુરુ ગૌતમમાં ઉદ્ભવો. ભાવ ક્યારે ખાલી નથી રહેતા તે ભરે છે ચેતનાને શબ્દોથી, ગુરુ ગૌતમનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અંતરનો હતો, ઔપચારીક નહીં. જેનું ફળ છે “લોગસ્સ”.
આખરે આ લોગસ્સ છે શું? લોગસ્સ એટલે જેનાથી તૂટે છે વિભાવ અને પ્રગટ થાય છે સહજ સ્વભાવ, આનંદનો આવિર્ભાવ અને પરમાત્માનોપ્રભાવ. કેમ કે વિભાવ સંસારનો પર્યાય છે. અને એ વિભાવમાં છૂપાયેલો છે આપણો સ્વભાવ. જો લોગસ્સ આત્મસાત્ થઇ જાય તો સ્વભાવ પ્રગટ થઇ જાય છે. લોગસ્સ સંગીત બની સર્વને સ્વ સાથે લયબધ્ધ કરે છે. પ્રીત બનીને પરમાત્મા સાથે આબધ્ધ કરે છે. સેતુ બનીને પાર ઉતારે છે. સંવાદ બનીને મિલન કરાવે છે. સ્વાદ બનીને અવિરત આનંદ આપે છે. પ્રસાદ બનીને પ્રસન્નતા પ્રગટ કરે છે. શાશ્વત અને સમગ્ર સાથેની મુલાકાતની આ પ્રયોગશાળા છે. લોગસ્સની આરાધનામાં એવી પણ ક્ષણો આવે છે જ્યારે આપણા શાશ્વત અને શુધ્ધતમ અસ્તિત્વની સજગતા પ્રગટ થાય છે.
લોગસ્સનો લાક્ષણિક અર્થ છે, વિશ્વની સમગ્રતા. લોગસ્સ સૂત્ર એટલેવિશ્વની સમગ્રતાનું સૂત્ર. સમગ્રતાનો અભિપ્રાય છે ચેતનાનાં અસ્તિત્વનું સાક્ષીસૂત્ર. આ એક એવું સાધન છે જે પોતે જ સાધ્ય બની જાય છે. આ એક એવી યાત્રા છે જે અંતે મંજિલ બની જાય છે.
આ સૂત્રમાં સાત ગાયા છે. એના અંતરા સાડા ત્રણ છે. પ્રત્યેક ગાયાઓનાં ચાર ચરણ છે. ૨૯ સંપદા છે.કુલ ૨૫૬ અક્ષરો છે. આ સ્તવ છે. કીર્તન છે. આનું મૂળ નામ ચતુર્વિશતિ સ્તવ છે. પ્રથમ શબ્દ લોગસ્સ હોવાને કારણે એ નામથી પ્રસિધ્ધ થઇ ગયુ. સ્તવ અથવા કીર્તન ગાઇ શકાય છે અને ગવરાવી શકાય છે. એ દ્રષ્ટિએ પણ લોગસ્સ સૂત્ર સક્ષમ રહ્યું છે. આમા બે પ્રકારનાં છંદનો ઉપયોગ થયો છે. પ્રથમ પદ સિલોગ છંદ છે, અને બેથી સાત પદ ગાહા છંદ છે, આપણે છંદનાં નિયમો વિષે ચર્ચા નથી કરતાં. આપણાં માટે આટલી જાણકારી બહુ થઇ ગઇ, હવે આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને સારી રીતે ગાઇ શકીએ. પ્રથમ ગાથાને શ્લોક
[7].