________________
ઉત્તરાધિકારી છે. એ સત્તા તારી પ્રતિક્ષા કરી રહી છે. તે રાજસત્તા તને પોકારે છે. તું મને શા માટે પોકારે છે? હું તો હવે અનંત સિધ્ધત્ત્વમાં વિલીન થઇ ગયો છું. તું તો તારા માટે જે પુકાર થાય છે તેને સાંભળ. તારી રાહ જોવાઇ રહી છે. તું પગલું માંડ, મહાવીરનીશાસન સત્તા તારુરાજ્યતિલક કરશે. એ સત્તાનો સ્વામી બન.
પ્રભુ મારે સત્તા નહીં સત જોઇએ છે. પરમસત્ય જોઇએ છે. તમારું શાસન નહીં અનુશાસન જોઇએ છે. મને તો મારા સ્વામી જોઇએ છે. મને મારા અંતર્યામી જોઇએ છે. * ગૌતમ!તું એ સત્તાનો ઉત્તરાધિકારી છો. વારસદાર છો. હવે તારી જવાબદારી એસત્તા ને સંભાળવાની છે.
પ્રભુ !જો આવું કરવું જ હતું તો મને પહેલાં જ તમારી પાસે બોલાવવો હતો. તમારા હાથે જ મને તમારી સત્તા સોંપી જવી હતી, તમે તો મને દેવશર્માને પ્રતિબોધિત કરવા મોકલ્યો અને મને અંતરશોધ માટે આ ઘનઘોર જંગલમાં એકલો મૂકી ગયા. તમારી અંતિમ આજ્ઞા પ્રતિબોધ અને અંતરશોધની જ રહી. હું હવે એ જ કરીશ. સ્વની અંતરશોધનો સ્વીકાર અને સહુનાં સ્વામીનો પોકાર એટલે કે કીર્તન કરીશ. ત્યાં જવાની હવે મારી કોઇ જવાબદારી નથી રહેતી. તમારી આજ્ઞા એ મારી જવાબદારી હતી. સત્તા તો એ સાચવશે જેઓ તમારી પાસે હતા. મારા સત્તાધિકારી તો તમે ભગવાન છો. તમારા વિનાની સત્તાનો હું સ્વીકાર નહીં કરું. હું તો અહીં જ રહીશ જ્યાં તમે મને છોડી ગયા છો. અહીં તું શું કરીશ?
તમારા નામનો પોકાર કરીશ. તમારા ચરણોમાં નમસ્કાર કરીશ. તમારા સહજ સ્વભાવનો સ્વીકાર કરીશ.
તમારા પરમ સત્યનો સાક્ષાતકાર કરીશ. અહીં તું કોની સાથે રહીશ? તમારી સ્મૃતિમાં ! તમે જ મારી સાથે છો.
તને ખબર છે કૅહવે હું ક્યાં છું?
હાઁ પ્રભુ!જ્યાં પહેલાં ચોવીસ છે ત્યાં તું પણ છે. એટલે“ચઉવિસંપિકેવલિ” શબ્દ અહીં“કિcઇસ્સ” સાથે ભેગો થઇ“પિ” અર્થાત ચોવીસ અને સ્વયં ગૌતમ.
આનું પ્રમાણ છે પૈસઠિયાયંત્ર આ યંત્ર ૨૫-૨૫ અંકનો છે. આ ૨૫ અંકો થી જ આ યંત્ર આજે પણ પૂર્ણ રીતે ફળીત થતું રહ્યું છે.
જન્મો જન્મનાં અંધકારને દૂર કરવા માટે સૃષ્ટિવાસીઓ સદીઓથી જે સવારની રાહ જોઇ રહ્યાં હતાં તે નવી સવાર ઉગી. સવાર થતાં જ સૃષ્ટિનો સૂર્ય અવનિ ઉપર અવતરે છે. એ કઇ હિસાબ થોડો રાખે છે કે આજે કેટલાક ચોક્કસ
[6]