________________
સ્વરૂપે અને બાકીની ગાથાઓને ગાયા સ્વરૂપે ગાઇ શકાય છે. આમાં અક્ષરો અને પદોની સંપદા અલગ અલગ હોવાને કારણે આનું સમાયોજન કરવું પડે છે. શાસ્ત્રીય દ્રષ્ટિથી લોગસ્સ માલકોસ, શિવરજની, તોડી અને કલાવતી મિશ્ર રાગ ગણાય છે. આપણો અવાજ ગમે તેવો હોય ગાતા આવડે કે ન આવડે કોઇ ગભરાતા નહીં. છંદની ગતિની ચિંતા નહીં કરતા આ કીર્તન સાંસારીક નથી પરમાત્માનું છે. છંદ આયોજન વ્યવસ્થા જાળવે છે. પણ આપણે તો આપણો સ્વછંદ છોડી ને કીર્તન કરવું છે. આ સૂત્ર નાત-જાત-સંપ્રદાયથી પર છે. આપણે સમર્પણ અને કીર્તનની કિંમત ચૂકવી ને પરમતત્વની મુલાકાત કરવાની છે.
આ સૂત્રની સાત ગાથા હોવી એ પણ એક રહસ્ય છે. આકાશ અનંત છે. એટલે એની વિશાળતા પણ અનંત છે. એને અલોક કહે છે. આ અલોકનાં મધ્યભાગે આકાશમાં લોક છે. આ લોક અસંખ્યાતા જોજન લાંબો પહોળો છે. આનું બીજું નામ ચૌદ રાજલોક છે. ( કેમકે એ ચૌદ રજુનું બનેલું છે.) ધર્મ , અધર્મ, આકાશ,કાળ,પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યોથી યુકત આ લોક એક વિશિષ્ટ પ્રકારનો પવનપુંજ છે. જેને વાતવલય કહેવાય છે. એના આધારે આ લોક આકાશમાં સ્થિર રહે છે. આધારભૂત આ વાતવલય ત્રણ પ્રકારનાં છે. પ્રથમ ધનોદધિવાતવલય જેમાં હવા અને પાણીનું મિશ્રણ છે. બીજું ઘનવાતવલય જેસઘન વાયુઓ થી સભર છે અને ત્રીજુંતનુવાતવલય જે એકદમ હળવો વાયુપુંજ છે.
શાસ્ત્રકારોએ અલોકમાં આ લોકનો આકાર બતાવતા કહ્યું છે કે જેમ કોઇ પુરુષ પોતાના બન્ને પગ ફેલાવી , કમ્મરે હાથ રાખી ઉભો હોય તેવી આકૃતિ વાળો લોક હોય છે. એને બીજી રીતે સમજીએ તો જેમ એક માટીનું કોડિયુ ઉંધુમૂકીએ તેની ઉપર બીજુ સીધુ કોડિયુ મૂકીએ તેની ઉપર ત્રીજુ એક ઉંધુ કોડિયુ મૂકીએ ત્રણેય કોડિયા આ રીતે ગોઠવતા જે આકૃતિ બને તેવો નકશો આ લોકનો સમજવો.
આ લોકનાં મધ્યભાગે એક નિસરણી જેવી એક રસ્સી (જાડું દોરડું) જેટલી પહોળી ઠેઠ નીચે તળીયાથી ઉપર મોક્ષ સુધી ચૌદરસ્સી જેટલી લાંબી એક બસનાળા છે. લોકનાં ત્રણ વિભાગ છે. ઉર્વલોક-મધ્યલોક અને અધોલોક આ ત્રસનાળનાં મધ્યભાગમાં જ્યાં બે કોડિયાઓ ભેગા થતાં જોવાય છે. ત્યાં વર્તુળાકાર રૂપે ૧૮૦૦ જોજનની ઉંચાઇ વાળો મધ્યલોક છે. એનું બીજું નામ તીર્થાલોક છે. પુરુષ આકૃતિમાં આ મધ્યલોક નાભિનાં સ્થાને છે. ઠીક મધ્યમાં મેરુ પર્વત છે. જેનું બીજું નામ લોકનાભિ છે.મધ્યલોક સમ પૃથ્વીની ધરીથી ૯૦૦ જોજન નીચે ૯૦૦ જોજન ઉપર એમ ૧૮૦૦ જોજનની ઉંચાઇ વાળો વર્તુળાકારે છે.
આપણે બધાં આ લોકનાં મધ્યભાગે આવેલી ત્રસનાળમાં રહીએ છીએ. અસંખ્ય દ્વીપસમુદ્રોની વચ્ચે જ્યાં આપણે રહીએ છે તે અઢીદ્વીપ ક્ષેત્ર ૪૫ લાખ જોજનનો છે. એની ઉપર ૪૫ લાખ જોજન ઉંચે છેલ્લા ભાગમાં મુકતાત્માઓને નિવાસ કરવાનું મોક્ષસ્થાન સિધ્ધશિલા આવેલી છે. મનુષ્ય લોક માંથી જ મોક્ષે
[8]