SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પરમાત્માનો અવાજ અંદરથી પ્રગટ થાય છે. તું મારી પાસે શા માટે માગે છે? તારી અંદર જ તો બધું છે. વત્સ! અંદર જ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી એ કહ્યું છે “અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્યવિચારોનું વિસ્મરણ કર. આશ્ચર્ય ભૂલ” પત્રાંક ૧૦૮. ગૌતમ સ્વામીને પરમાત્માના શબ્દો યાદ આવે છે. વત્સ ઊંડાણમાં જા! અંદર ઊંડાણમાં જ ચેતનાનું પ્રગટીકરણ છે. એટલે કહે છે “સાગરવર ગંભીરા” સૌથી વધારે ઊંડાણ સમુદ્રનું જ હોય છે. પરમાત્મા કહે છે ગૌતમ ! જીવન પણ એક સમુદ્ર જ છે. સાવચેત રહીને ઊંડાણમાં ઉતરી જા, તારી , ગહન ચેતનામાં જો હું સમાયેલો છું, ત્યાં જ હું હાજર છું. તું બહાર મને ખોજ નહીં. હું તારા અંદરનાં ઉંડાણમાં જ છું. વત્સ!ઊંડાણનો આરંભ છે પણ અંત નથી. એ અનંત છે. ત્યાં આગળ આપણે બન્ને એક છીએ. આપણે બે નો ભેદ તૂટશે ત્યારે અનંતમાં એકતાપ્રગટ થશે. તારામારાનું અંતર સમાપ્ત થઇ જશે. ભય અને ભેદ તૂટી જશે. સાગરવર ગંભીરા” નું ચિંતન કરતા કરતા ગૌતમ સ્વામી અંત:કરણનાં ઉંડાણમાં પહોચી ગયા. નિરાગ શ્રેણીનું આરોહણ શરૂ થઇ ગયું. હું બહું જ મૂર્ખ છું. એ તો વીતરાગી,નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોકયપ્રકાશક છે. તેઓ મારામાં મોહ શા માટે રાખે? હું એમને ઓળખી ન શક્યો! એમની પર્યાય રહિત વિમુક્ત વિદેહી દશાનું મને ભાન ન રહ્યું. ' દેહ છતા જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હોવંદન અગણિત. એવા પરમ સ્વરૂપનો બોધ થઇ ગયો. પરમ મુકતદશાનો સ્પર્શ થઇ ગયો. પરમાત્મા મહાવીરની દેહાતીત અવસ્થાને અનંત વંદના થઇ. પરિણામ પ્રગટ થયું. શોકમુકત બની એનિરાગી બની ગયા. વીતરાગી બની ગયા. હવે તેઓ એકલા નથી રહ્યાં. એમને મળ્યા ચોવીસ જિનેશ્વરો. અંદર એમને મળ્યાં એમના મહાવીર, ઊંડાણમાં ઉતરતા જ ચેતનામાં ચોવીસેય સાથે અનંત સિધ્ધો પ્રગટ થઇ ગયા. અનંત ચેતનાઓ એકમાં સમાઇ ગઇ. એક અને અનંતમાં કોઇ ફરકન દેખાયો. અંદરથી સ્ત્રોત પ્રગટ થયો. નિ:શબ્દ સ્થિતિમાં અનુગ્રહનું વરદાન પ્રગટ થયું. કયારેય ન બુજાય તેવો દિવડો ઝળહળી ઉઠયો. એ જ્યોતિ જગતની અનંત ચેતનાને પ્રગટ કરવાવાળું એક વરદાન હતું. આત્મસ્થિતિનું અવદાન હતું. આજ સુધી ચાલે તેવું અનુદાન હતું.સિધ્ધત્વનું અનુગ્રહદાન હતું. પ્રગટ થયું, સિધ્ધા સિદ્ધિ મમ દિસંતુ હે અનંત સિધ્ધો! નિર્વાણ પામેલ સિધ્ધ સ્થિતિવાળા ફકત મહાવીર જ નહીં, અહીં કહે છે.હે અનંત સિધ્ધ ભગવંતો! સિદ્ધિ મમ દિસંતુ! “મમ” અર્થાત મારી [138]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy