________________
સ્પષ્ટ છે. સ્પષ્ટતા કરે છે. જે અસ્પષ્ટ હોય છે તેને સ્પષ્ટ કરે છે. ભક્તામર સ્તોત્રમાં સૂર્યની પ્રકાશકીય વ્યવસ્થાને સ્પષ્ટ કરવાનું જ કહેવામાં આવ્યું છે. સ્પષ્ટી કરોષિ સહસા યુગપજ્જગન્તિ
સૂર્ય આ જગતમાં નિરપેક્ષ રહીને જગતને એક સાથે સ્પષ્ટ કરે છે. આજ સ્પષ્ટતાનાં સ્પષ્ટીકરણને આપણે પ્રકાશ કહીએ છીએ. સૂર્યની મદદથી પદાર્થોની સ્પષ્ટતા થાય છે. પરમાત્મા રૂપી સૂર્ય ચેતનાને સ્પષ્ટ કરે છે. ચેતના અનેક આવરણોને લીધે અનાદિકાળથી અસ્પષ્ટ રહી છે. ધુંધળી બની ગઇ છે. સ્વયં સ્પષ્ટ સ્વરૂપી હોવા છતાં અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબેલો છે. પરમાત્મા અહીં પ્રકાશ પાથરે છે. ટોર્ચ ફેંકી તેને સ્પષ્ટ કરે છે. એમના અનુગ્રહની બેટરીમાં આવરણોને તોડવાની ક્ષમતા છે, અંદર સ્પષ્ટ કરે છે. પરમાત્મા સિવાય આ ક્રિયા અન્ય કોઇ કેવી રીતે કરી શકે?
પતિત બનીને મુનિમેઘમાં પરમાત્માએ સ્પષ્ટતા પ્રગટ કરી છે. ઊંડે સુધી લઇ જઇ ને હાથીનો ભવ સ્પષ્ટ કરાવે છે. વત્સ મેઘ! સસલાની દયા પાળીને રાજકુમાર બની ગયો. અને હવે બસ......... બેટરીનો પ્રકાશ આવી ગયો. મુનિમેઘમાં અતીત પ્રકાશિત બની ગયું. અંધકાર દૂર થયો. પ્રભાત થઇ, આળસ મરડીને મુનિ ઉભા થઇ ગયા. પોતાનામાં જાગૃત બની ગયા. સર્વ શક્તિમાન ચેતના જાગૃત બનતા જ બધાં જપડદાઓ ખૂલવા લાગે છે.
ગૌતમ સ્વામીને યાદ આવી ગયું. પરમાત્મા મહાવીરે એકવાર કહ્યુંહતુંકે તારી મારીપ્રીત બહુ પુરાણી છે. ભવો ભવથી ચાલી આવે છે અને અંતે આજે પરમાત્મા મને એકલો મૂકીને ચાલ્યા જ ગયાં. ક્યાં ગયો એ ભવોભવનો પ્રેમ સંબંધ? હે મહાવીર! તમે મને સાથે તો ન લઇ ગયાં પણ છેલ્લી ક્ષણોમાં મને યાદ પણ ન કર્યો? મારી તરફ એક નજર પણ ન નાખી? આટલા નિષ્ઠુર બની ગયા? તમને આ બિલકુલ શોભા નથી દેતું.
એટલું વિચારતા વિચારતા એવા કેટલાયે તરંગોમાં ગૌતમ સ્વામીની ચેતના સ્પષ્ટ યતી ગઇ. વીતરાગ પ્રત્યે કરેલો રાગ વીતરાગતા પ્રગટ કરે છે. પરમાત્મા કોઇ નવો પ્રકાશ નથી આપતા. એતો જે અપ્રગટ છે તેને પ્રગટ કરે છે. આપણે તો માટીનું કોડિયું છીએ. ભક્તિની વાટ અને શ્રધ્ધાનું તેલ હોય તો પરમાત્મા પોતાની જ્યોતિનો સ્પર્શ કરી આપણા દિવડાને પ્રગટાવે છે. ભકતામર સ્તોત્રમાં કહ્યું છે, “કૃત્સ્ન જગન્નયમિદં પ્રકટીકરોષિ”
માત્ર જ્યોતિનો સ્પર્શ થતાં જ કૃત્સ્ન એકાએક ત્રણે જગત્પ્રગટ થઇ જાય છે. જગત સામે આવતું નથી ત્યાં ને ત્યાં જ રહે છે. તેમ છતાં જ્ઞાનમાં પ્રગટ થઇ જાય છે.
[137]