SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨ ના ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે વ્યકિત જ્યારે પોતાના માટે વિચારે છે કે હું કોણ છું? અને હું મારા માટે શું વિચારું છું? વ્યકિત પોતાના નિજસ્વરૂપને ભૂલી પોતે બાહ્ય પર્યાયનાં રૂપમાં જ પોતાને જૂવે છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, મા છું, પિતા છું, પૂત્ર છું, ડોક્ટર છું, વકીલ છું વગેરે. મારું નામ બહુ પ્રખ્યાત છે. બહુ ઓછા જીવો. એવિચારે છે કે હું આત્મા છું. અહીં આ ગ્રાફમાં આ બધું સ્પષ્ટ થઇ રહ્યું છે. Spiritual seality Physical reality 1 2 3 : * 4' : 3 : 6 '. Higt sense perception increases perseptual Clarity or perception range Frequency of perceptions - C. Cone of perception incrcased by high sense perception નં. ૩નો ગ્રાફ આપણા માટે અત્યંત નજીકપણું રાખે છે. જુઓ આ ગ્રાફમાં તમે આઠ ધારાઓ જોઇ શકો છો. પ્રથમ ધારા આવરણ સહિતની છે. એના પછી નંબર એકથી સાત સુધી આત્મિક વિકાસની સ્થિતિ છે. એને આપણે અધ્યાત્મમાં બે રીતે સમજી શકીએ છીએ. સાતમાગુણસ્થાનક સુધી જીવનો ગ્રાફ છે. એના પછી એ શ્રેણી શરૂ કરે છે. બીજી રીતે જોઇએ તો લોગસ્સ સૂત્રમાં સાત ગાથાઓ જીવના નિરાવરણા પ્રયોગોની પ્રસ્તુતિ છે. સાતમી ગાથા આત્માની નિર્મળતા, તેજસ્વીતા અને નિરાવરણગંભીરતાપ્રગટ કરે છે. એના પછી તો સિધ્ધાવસ્થા તો છે જ. એટલે જ અંતિમ ગાયાનું અંતિમ ચરણ છે..! “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” સિધ્ધ દશાની પ્રાપ્તિનાં ક્રમની યોજના અભૂતપૂર્વ છે. એમાં પ્રવેશ કરવા માટે પ્રથમ નિર્મળતાનો ગુણ જોઇએ. પરમાત્માને અહિંયા “ચંદેસુ નિમલયરા” કહ્યાં છે. નિર્માતા કહેવાનું તાત્પર્ય એટલું જ કે નિર્મળતા માટે પૂર્ણિમાનો ચંદ્ર અમાસની રાત્રે પૂરેપૂરો સંતાઇ જાય છે. અદ્રશ્ય બની જાય છે. આત્માની નિર્મળતા સદોદિત સદાબહાર નિર્મળતા પ્રગટ કરે છે. સૂર્યનાં પ્રકાશમાટે અહીં “અહિયે”શબ્દરાખવામાં આવ્યો છે. સૂર્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ છે પરંતુ એ મર્યાદિત છે. આત્મસ્વરૂપ અનેક સૂર્યોથી પણ વધારે “અહિયે” એટલે કે વધારે પ્રકાશિત છે. સૂત્રના પ્રારંભમાં “ઉજ્જોયગરે” શબ્દ વાપર્યો છે, અને અંતમાં “પયાસયરા” શબ્દ વાપર્યો છે. ઉધોત અને પ્રકાશ વચ્ચેનું અંતર આપણે પ્રથમ પ્રવચનમાં જોઇ ચૂકયા છીએ. એટલે આજે એનું પુનરાવર્તન નથી કરતી. સૂર્ય [ 136]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy