________________
“સિધ્ધિ” અર્થાત સિધ્ધદશા મારી વિશુધ્ધ આત્મ દશા મારામાં “દિસંતુ” અર્થાત સ્પષ્ટ કરો. મારી સિધ્ધિ મારામાં પ્રગટ કરો. પ્રભુ! હું તમારી સિધ્ધિનો ભાગ નથી માગતો. હું જાણું છું, તમારી સિધ્ધિ અવિભાજ્ય છે. ભાગ કરીને વહેંચવાનું તમારું કોઇ પ્રયોજન નથી. હું તો “મમ સિધ્ધિ” મારી પોતાની સિદ્ધિ માગું છું અને તું આપવા માટે સમર્થ છે એટલે માગું છું.
“મમ” નાં આ મંગળ ભાવોમાં “સો કરિસ્સઇ ઉજ્જોયં” પ્રગટ થયું. એજ અજવાળશે. એજ અંધકાર ને દૂર કરશે. એ જ સિદ્ધત્વ પ્રગટ કરશે. સોડહં સોડહં એ જ હું છું. આચારંગના વચનામૃત પ્રગટ થયા. “સવાઓ દિશાઓ, સવ્વાઓ અણુદિશાઓ જો આગઓ અણુસંચરઇસોડહં”
પરમાત્મા મહાવીરના વચનામૃત પ્રગટ થયા. જેઓ આ દિશામાં અને વિદિશા માં પરિભ્રમણ કરે છે એ પણ હું જ છું અને અટલ ઊંડાણ ને સ્પર્શ કરી પરિભ્રમણ થી મુકત બની નિર્વાણદશા ને પ્રાપ્ત કરે છે એ પણ હું જ છું. સોડહં નાં આ મંત્રધ્યાને ગૌતમ સ્વામીના પડળો ખોલી નાખ્યાં. આવરણો હટાવ્યા અને કૈવલ્ય પરમ નિધાન પ્રગટ થયું.
પરમપુરુષપ્રભુસદ્દગુરુ, પરમજ્ઞાન સુખધામાં
જેણે આપ્યું ભાન નિજ, તેને સદાપ્રણામ પ્રણામ કરતા કરતાં આપણે પણ પ્રણામીને પ્રાપ્ત કરીએ. નામ લેવાવાળા અનામી બની જઇએ, પરમ સિધ્ધ દશા મને, તમને અને આપણને સહુને શિધ્ર પ્રાપ્ત થાઓ એજ મંગળ અભ્યર્થના.
35 શાંતિ શાંતિ શાંતિ
[ 139],