________________
થાય.જે હવે ક્યારેય છૂપાઇ નહીં. અનાદિ કાળથી એ સંતાયેલો છે. એને ખોવાયેલો. સમજીને ગોતી રહ્યાં છીએ. જે ખોવાયેલો હોય તેને ગોતવાનો હોય પણ જે સંતાયેલો. હોય એતો પ્રગટ થાય તો જ મળી શકે છે. આજે આપણે એને પ્રગટ કરવાનો છે. એને મેળવવાનો છે. પોતાનો બનાવી લેવાનો છે. પ્રકૃતિના ત્રણ પ્રકાર છે. નિસર્ગજનિત (૨) સ્વનિયોજીત (૩) સહજ સંચાલિત.
(૧) નિસર્ગજનિત :- આ પ્રકૃતિ વિશ્વ સંચાલિત છે. એની પાર્થિવ સત્તામાં અપાર્થિવ તત્વ અનાદિકાળથી ભરેલું છે. સમસ્ત જીવ રાશિ લોકમાં પરિભ્રમણ કરે છે. એને લોક વિશ્વ, સૃષ્ટિ, જગત, વગેરે અનેક નામોથી ઓળખાય. છે. એમાં છે સૂરજ, ચંદ્ર, સમુદ્ર, વગેરે.
(૨) સ્વનિયોજીત - પ્રકૃતિ એ છે જે આપણામાં ચાલે છે. “ય પિંડે તદ્ બ્રહ્માંડે” ની જેમ આપણી અંદર પણ એક લોક છે. વિશ્વ છે. વિશ્વની જેમ આપણી અંદર પણ સૂરજ છે. ચંદ્ર છે. સમુદ્ર છે. સ્થૂલ આંતરિક્ષશકિતધારાનાં પડછાયાની જેમ સૂક્ષ્મ આંતરિક્ષાશકિતધારા આપણામાં નિરંતર વહેતી રહે છે.
* (૩) સહજ સંચાલિત :- પ્રકૃતિ પરમ તત્વ છે. પરમ ભગવત સત્તા છે. આ શાશ્વત પ્રકૃતિ છે. નિત્ય છે. ઉદય-અસ્ત, સર્જન-વિસર્જન વગેરે દ્વંદ્વોથી દૂર છે. આ સહજ સંચાલિત પ્રકૃતિમાં શાશ્વત ચંદ્ર છે. અહીં હમેંશા પૂરબહાર પૂર્ણિમા રહે છે. આ નિત્યોદિત છે. એમાં અમાસ નથી હોતી, અહીં સૂર્ય હોવા છતાં તેનો ક્યારેય અસ્ત નથી થતો. તેનું અસ્તિત્વ અનંતકાળ છે. બીજી બાતુઓની જેમ એની કળાઓમાં વધ ઘટ થવાનો અવકાશ નથી હોતો. અહીંસમુદ્ર અનંત રત્નોથી ભરેલો છે. અહીંકાયમ અમૃતનો પ્રવાહ મળતો રહે છે.
લોગસ્સ સૂત્રની ચર્ચા લોકથી થઇ છે. લોકને આપણે બધી ગાથાઓનાં માધ્યમ થી જોતાં આવ્યાં છીએ. દ્રવ્ય લોક, પરમાત્મ લોક, સ્વલોક, નિજલોક, વગેરે. દ્રવ્ય લોક પ્રકૃતિથી ભરાયેલો છે. એને લીધે છેલ્લી ગાયા દ્રવ્ય લોક દ્વારા પરમલોકનો સ્પર્શ કરાવી સ્વલોકમાં સમાયેલા આપણા સિધ્ધત્વનું ઉદ્ઘાટન કરે છે.
ગૌતમ સ્વામીની અંતર્યાત્રામાં હવે બધું સ્પષ્ટ થઇ રહ્યું હતું. પરમ તત્વ પ્રત્યે. અનુરાગ વિરાગ આપે છે. સન્માર્ગ આપે છે. આત્માનું વિશુધ્ધ સ્વરૂપે પ્રગટ થઇ રહ્યું છે. પણ એને શબ્દોમાં કેવી રીતે વ્યકત કરવું? શબ્દાતીતને શબ્દોથી સમજવું છે. રૂપાતીતનું રૂપ પ્રગટ કરવું છે. વિચાર્યુ ઉપમાઓની મદદ લઇ લઉં. પણ જે અનુપમ છે તેને ઉપમા કેવી રીતે આપું? એટલે જ “નિમ્મલયરા”, “અહિયં પયાસરા”, “વર ગંભીરા” આ પ્રકારના વિશેષણોથી આપણને સમજાવ્યું. આ બધાંનો ખુલાસો કર્યા પહેલાં આપણે ગંભીર અવાજે ગાયાનો ઉચ્ચાર કરીશું.
[ 124]