________________
૭િ. જિનાલય માં સિધ્ધાલયો
યાત્રાની શરૂઆત પ્રયાસથી થાય છે અને યાત્રાની પૂર્ણાહુતિ પ્રસાદથી થાય છે. પ્રયાસમાં આપણે થાકીએ છીએ. પ્રસાદમાં આપણે કંઇક ચાખીએ છીએ. આસ્વાદ કરીએ છીએ. મેળવીએ છીએ. ગૌતમ સ્વામીની સાથે આ અનંતયાત્રાની આ પૂર્ણાહૂતિ છે. આજે ગૌતમ સ્વામી પ્રસાદ વહેંચશે. જન્મો જન્મથી આપણે પ્રયાસ કરતા આવ્યાં છીએ તેથી થાકી ગયા છીએ. આજે ગાયા સાત યાત્રા પૂરી કરાવીને શિખરનું આરોહણ કરાવે છે. ગાડી, મોટર, બસ, વગેરે વાહનો રોડને સહારે રુટ અનુસાર ચાલે છે. ટ્રેનો પાટા પ્રમાણે સ્ટેશનો અનુસાર ચાલે છે. પરંતુ એરોપ્લેન (વિમાન) માટે આવો કોઇ રુટ કે પાટાઓ નથી હોતા કે કોઇ ચોક્કસ જગ્યાએથી જ એપસાર થશે. એ તો ગગનવિહારી છે. પસાર થવાના સ્થાનનિશ્ચિત થાય છે. એનો સંર્પક ફકત રડાર સાથે જ હોય છે. રડાર સાથે સંર્પકમાં રહીને પોતાની ઇચ્છા અનુસાર ભ્રમણ કરતું રહે છે. લોગસ્સ સૂત્ર આ વિમાન છે. એની સહાયતાથી આપણે આજે અનંત આકાશમાં ઉડવાનું છે, પરમ ભગવત્સત્તા આપણી રડાર છે. પૂર્ણ સર્મપણ કરીને આરોહણ કરવાનું છે. અન્યથા ત્રિશંકુની જેમ લટકતા રહી જશું. વિમાન ઉડે તે પહેલાં પોતાનું સ્થાન નક્કી કરી લેજો. તમારી સીટ બુક છે. તેથી જ તમે બધાં લોગસ્સ સાંભળી રહ્યા છો, જપી રહ્યાં છો આનંદ લઇ રહ્યાં છો.
આજ નો પ્રવાસ શિખરનો પ્રવાસ છે. સહસ્ત્રારનો પ્રવાસ છે. પ્રત્યેક ગાથાની નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે આનો ઉદ્ભવ આજ્ઞાચક્ર છે, બન્ને ભ્રમરોની વચ્ચે પરમ તિલક રૂપે આ ગાયા ઉત્પન્ન થઇ સહસ્ત્રારમાં પહોંચી સમસ્ત ભાલ પ્રદેશમાં પ્રવાહિત થઇ જાય છે. પ્રદેશની વ્યવસ્થામાં દેહવ્યાપી પ્રાણધારા પણ છે અને આપણા આત્મ પ્રદેશ પણ છે. બ્રહ્માંડની આ યાત્રા છે. આ પ્રવાસમાં આપણે ચંદ્રની નિર્મળતાનું પાન કરવાનું છે. સૂર્યનો પ્રકાશ મેળવવાનો છે. સમુદ્રની ગંભીરતાનો થાહ(ઊંડાઇ કે કોઇ પરિમાણની હદ, તળિયું; છેડો) ગગનની વિશાળતાનો અનુભવ કરવાનો છે. પ્રકૃતિથી પ્રકૃતિમાં આવવાનું છે. આકૃતિ માંથી અનાવૃતિને પ્રાપ્ત કરવાની છે.
આવો પહેલાં આપણે આ બ્રહ્માંડમાં વિચરીએ. જ્યાં સૂરજ છે, ચંદ્ર છે, અસીમ તરંગોવાળો સમુદ્ર છે. યાદ રહે બ્રહ્માંડના આ ચાંદો, સૂરજ મર્યાદામાં જ મળે છે. સૂરજ આથમતા જ દિવસ પૂરો થાય છે. કોઇ કહે છે સૂરજ છૂપાઇ ગયો, કોઇ કહે છે દિવસ છૂપાઇ ગયો. ફકત પૂનમની રાતે જ સંપૂર્ણ ચંદ્ર ઉગે છે. સુંદર સમુદ્ર રાત્રે ભયાનક દેખાય છે. આપણે એવો સૂરજ આજે ઉગાડવાનો છે જેનો કયારેય અસ્ત ના
[123]