________________
કે જ્યારે આ દ્રશ્ય સાકાર થશે ત્યારે આહાર લઇશ. ક્ષેત્રનો, વ્યકિતનો કે સમય જાણવાનો એમણે ઉપયોગ ન લગાવ્યા. કેમકે તેઓ સત્યને સત્યની દ્રષ્ટિથી જોતાં હતાં. જે કાંઇ પણ બનવાનું જ છે તે બનશે. જ્યાં પણ બને. જ્યારે પણ બને જે કોઇની સાથે બને. એમાં આગળ પાછળ અત્ર, તત્ર, સર્વત્ર જે કાંઇ પણ ઘટના ઘટવાની છે તે ઘટશે જ. આ ઘટિત ઘટનાને આગળ તો તમે જાણો છો કે પાંચ મહિના પચ્ચીસ દિવસ પછી આ ઘટના બની. રાજકુમારી ચંદનામાં આ બધી ચીજો બને છે. ભાવવાહી સ્વરમાં તે કીર્તન કરે છે. મનોમન વંદન કરે છે. વગર દ્રવ્યોનું ભાવથી પૂજન કરે છે. કહે છે
ધ્યાન, ધૂપ, મન: પુષ્પ, પંચેન્દ્રિય હુતાશના ક્ષમાજાપ, સંતોષ પૂજા, પૂજ્યો દેવો નિરંજનઃ |
આવો મહાવીર નિરંજન!પધારો મહાવીર નિરંજન! આ રીતે કીર્તન ચાલુ જ છે, પુકાર ચાલુ જ છે. ભકત જ્યાં અને જ્યારે પુકારે છે પરમાત્મા ત્યાં પહોંચે છે. કીર્તનનાં ફળથી બેડીઓ તૂટે છે. પ્રભુને ઓળખવાની પ્રજ્ઞા જાગે છે. અનાદિ સંસારની સંજ્ઞાઓ દૂર ભાગે છે, નમી જાય છે પ્રભુ ચરણોમાં. વંદનનાં પરિણામ રૂપે બોધિ પ્રગટે છે. પ્રભુ કહે છે ચંદના પોતાને ઓળખ; તું આત્મા છો. સ્ત્રી નહીં. તુ દાસી નથી. તું રાજકુમારી નથી. ચંદના તું ચેતના છો વિશુધ્ધ ચેતના. બોધિ આપી પ્રભુ પાછા ફર્યા. એટલે ચંદનાની આંખોમાં આંસુઓ ઉભરાવા લાગ્યાં. પ્રભુસમાધિ સમાધિ સમાધિ!તમે પાછા જશો તો મને સમાધિ કોણે આપશે? સમાવિરમુત્તમંદિતુ.
સમાધિ આપો પ્રભુ! સમાધિ આપો. સમાધિ ન હોવાને લીધે હું નિરંતર કર્મબંધન કરું છું. મને આ કર્મોથી કોણ મુકત કરશે? તમે જો સમાધિ આપ્યા વગર પાછા જશો તો મને નિર્વાણ પણ કોણ આપશે? જનજનનાં આંસુઓ લુછવાવાળા, પાપ-તાપ-સંતાપ દૂર કરવા વાળા આજે મારા આંસુ લુછતા જાઓ. આરોગ્ય અને બોધિ સાથે આજે મને સમાધિ પણ આપો ભગવાન! પોકાર સાંભળી પરમાત્માને પાછા ફરવું પડયું. કીર્તનમાં પોકાર છે. વંદનામાં વેદના છે. પૂજનમાં અર્પણ છે, પાછા ફર્યા પ્રભુ. આંસુ ભરેલી આંખોને અનુગ્રહ પૂર્ણ દ્રષ્ટિથી અનુગ્રહનું દાન આપ્યું. સમાધિનું વરદાન આપ્યું. પરાવાણીનો સ્ત્રોત પ્રગટ થયો. પરમાત્માએ કહ્યું પરમશુધ્ધ ચેતના સ્વરૂપ વત્સા ચંદના! શુધ્ધ આત્મ સ્વરૂપમાં આવો. દેહાધ્યાસને લીધે અહંભાવ અને મમત્વભાવ છે અને એને કારણે જ કર્મબંધન છે. આત્મબુધ્ધિ પ્રગટ થવાથી ન તું કર્મની કર્તા છો. ન ભોકતા છો. આજ શુધ્ધ ધર્મ છે. શાશ્વત ધર્મ છે. પરમ ધર્મ છે એને પ્રાપ્ત કર.
એ જ ધર્મ થી મોક્ષ છે. તું છો મોક્ષસ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું. અવ્યાબાધ સ્વરૂપ.
[119]