________________
નરકમાં દુઃખતો હોય જ છે. પણ હું એ દુ:ખોથી દુઃખી ન થાવ. તમારા અનંતસુખમય આત્મ સ્વરૂપને ન ભૂલું. નરકમાં પણ આજ્ઞાપાલન કરી શકું એવી ભાવના રાખું. દેહ અને આત્મા અલગ છે. એવું જ્ઞાન જે તમે મારામાં પ્રગટ કર્યું છે. એને હું સાથે લઇ જાઉં. તમે મને સમાધિનું સમાધાન આપો. સમકિતનું દાન આપો. પ્રસન્નતાનું વરદાના આપો.
પરમાત્મા એ કહ્યું; “દેહ અને આત્માની ભિન્નતાને જાણવી આરોગ્ય છે. અને દેહ અને આત્માની ભિન્નતાને સમજવી બોધિ છે અને એનો સ્વીકાર કરવો તે સમાધિ છે. ભકિતનું ફળ સમાધિ છે. સમાધિ જ પ્રસન્નતા છે. સમ્યક દર્શનનું પરિણામ પણ સમાધિ છે.”
સમાધિની આગળ ત્રણ મહત્ત્વના શબ્દો છે. “વર”, “ઉત્તમ” અને “દિતું. “વર”શબ્દ “સમાહિ” શબ્દની પાછળ જોડાયેલો છે. એના પછી “ઉત્તમ” અને “દિત”છે. એમાં “વર”અર્થાત શ્રેષ્ઠ અને “ઉત્તમ” અર્થાત ઉત્તમોત્તમ.હવે વિચારીએ શ્રેષ્ઠ અને ઉત્તમમાં કેટલો ફરક છે. જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન છે. જીવના મૃત્યુની પહેલા છે. પરમાત્માનું કહેવું છે, જેનું જીવન સમાધિમય હોય છે તેનું મરણ પણ સમાધિમય જ હોય છે. જીવનની કોઇ ક્ષણો સમાધિવિહીનન હોવી જોઇએ. જેને બધું મળેલું હોય પણ જો જીવનમાં સમાધિ નહીં હોય તો તે દુ:ખી જ છે. જીવનનું શ્રેષ્ઠ હોવું એ જીવનની સમાધિ જ છે. જીવન શ્રેષ્ઠ હોવાથી મૃત્યુ પોતે જ ઉત્તમ બની જાય છે. એટલે મૃત્યુ સાથે પણ સમાધિ શબ્દ સંકળાયેલો છે. સમાધિયુકત મૃત્યુને સમાધિમરણ કહે છે. “વર”શબ્દ સમાધિ સાથે જોડાઇને જીવનને સમાધિ આપે છે. અને “ઉત્તમ” શબ્દ સમાધિ સાથે જોડાઇને સમાધિમરણ આપે છે. લોગસ્સ સૂત્રમાં રજુ થયેલો “સમાહિ” શબ્દ બન્ને બાજુની ર્સમાધિ રજુ કરે છે. એ કારણે જ આગળ ગાથાને અંતે “દિત” શબ્દ આપવામાં આવેલો છે. જેનો અર્થ છે આપો. આપવાની પ્રાર્થના કરવામાં આવી છે. જિનમાતા જાતે જ આ આપે છે પણ આપણી ધીરજ ખૂટે છે. સંકોચ દૂર થાય છે. શરમ છૂટે છે. ક્યારેય માંગતો નહીં. જરૂર પડે માગવું પડે તો ભગવાન પાસે જ માગજે. એમની પાસેથી લેવાનો આપણને હક્ક છે, અધિકાર છે. સમાધિ જેવી ચીજ એના સિવાય આપણને કોઇ આપી શકે તેમ નથી. એ એમની પાસે થી જ લેવી જોઇએ. બાકી બીજું બધું તો સંસારમાં મળી શકે છે. દુ:ખ બધે છે પણ દુ:ખમાં આપણે દુ:ખી ન થઇએ એવી વિધા તો ફકત જિનમાતા સિવાય અન્યત્ર દુર્લભ છે. જે આવી સમાધિ આપી શકે એજ તો જિનેશ્વર છે.
" તમને ખબર છે એકવાર ભગવાન મહાવીર સ્વામીનાં ધ્યાનમાં એક વિચિત્ર દ્રશ્ય ઉપસ્થિત થયું હતું. એક રાજકુમારી દાસી છે. માથે મુંડન છે, અઠ્ઠમ વ્રત છે. હાથ પગમાં બેડીઓ છે. વગેરે તેર ચીજો એક સાથે જોઇ, એ પણ જોયું કે એમના ત્યાં જવાથી એનું દુઃખ દૂર થઇ શકે છે. બંધન તૂટે છે. દ્રશ્ય જોતાં જ પ્રભુએનિશ્ચય કર્યો
[118]