________________
જન્મ મરણ કરતાં કરતાં એ આગળ વધતો રહે છે. આ યાત્રામાં જીવનો પરમાત્મા સાથે કરુણામય સંબંધ હોય છે.
ધીમે ધીમે કર્મ ક્ષય અથવા અકામ નિર્જરા કરતો કરતો એ જીવ મનુષ્ય જન્મ સુધી પહોંચે છે. અહીંએને પ્રજ્ઞા(જ્ઞાન) મળે છે. આ જન્મમાં સંજ્ઞાઓ તો હોય છે, પણ પ્રજ્ઞાને કારણે સંજ્ઞાનું સંયોજન થવાથી ઉપયોગમાં આવે છે. અહીં પરમાત્માનાં આજ્ઞામય સંબંધ શરૂ થાય છે. આ જન્મમાં સંજ્ઞાઓ તો છે પણ આજ્ઞાઓ સંકળાઇ જાય છે. આ આજ્ઞાઓ જ સંજ્ઞાઓને પૂરી કરી શકે છે. જ્યાં સુધી જીવ આજ્ઞા નથી સમજતો આગળનો વિકાસ અટકી જાય છે. કેમકે હવે આ જન્મમાં પરમાત્માની કરૂણા કરતા આજ્ઞાનું મહત્વ વધારે છે. વિકાસનાં આ લેવલે પોતાની પ્રજ્ઞા પણ જાગૃત થઇ જાય છે. એટલે પરમાત્માએ એને આજ્ઞા ધર્મ આપ્યો. આહારસંજ્ઞા છે પણ શું ખાવું? કેટલું ખાવું? કેવી રીતે ખાવું? ક્યારે ખાવું? એની આજ્ઞા એમણે આપેલી છે. ભયસંજ્ઞા છે, પણ તેઓ અભયદયાણં બનીને આવે છે. કહે છે તુ આત્મા છે. તને કયારેય કંઇ થતું નથી. તું અજર અમર અવિનાશી છે, મૈથુન સંજ્ઞા છે પરંતુ પરમાત્મા પહેલા મર્યાદાધર્મ આપે છે. પછી આત્માની બ્રહ્મવિધા પ્રગટ કરે છે. પરિગ્રહ સંજ્ઞા અનાદિવાસનાને કારણે થાય છે પરંતુ પરમાત્મા કહે છે તું ફકત પોતાના કર્મોનો જ ઉપયોગ કર્તા છે. બીજા જેટલાં પણ છે બધાં પારકા છે. તારું કાંઇ નથી. આ ભેગા કરેલા વ્યકિત કે વસ્તુમાંથી પ્રાપ્ત થયેલું સુખ-દુઃખ તારી ભ્રમણા માત્ર છે. આ આજ્ઞા ધર્મ કરુણામય સંબંધને સાર્થક અને મહત્વપૂર્ણ કરે છે. આમાં હવે કોઇ પણ અકસ્માતની સંભાવના નથી.
હવે આપણે ઉપર દર્શાવેલા ત્રણ પરિણામોમાંથી બીજા વિજ્ઞાનનાં પરિણામને જોઇએ કે વિજ્ઞાન અને કેવી રીતે માન્યતા આપે છે. એ આપણે અનુભવીએ છીએ. કે ભોજનની જેમ કીર્તન વખતે પણ મોઢામાં જુદા જુદા રસ ઉત્પન્ન થાય છે. વિજ્ઞાનનું કહેવુ છે કે મોઢામાં રહેલી જુદી જુદી સ્વાદ ગ્રંથિઓથી વહેતો રસ ઉપરથી સૂક્ષ્મઆંતરિક્ષશકિત ધારાથી અવતરતી પરમ પાવન શકિતનું અને ધરતી ઉપરથી આવેલી પવિત્ર ઉર્જાશકિતનું આકર્ષણ કરે છે.
અહીં રજુ થયેલા ચિત્રમાં ગ્રંથિઓનાં નામ છે અને એ કેવી રીતે ઉપર નીચે શકિતનું આકર્ષણ કરે છે એ પણ સ્પાઇરલ રૂપે બતાવવામાં આવેલું છે. છેવટે વિજ્ઞાન દ્રવ્ય કીર્તન વંદન સમાધિનું ચિત્ર અથવા વર્ણન કરી શકે છે. ભાવવાહી સ્થિતિનું કથન જે માત્ર ધ્યાન સાથે સંબંધ ધરાવે છે તેને બિચારું વિજ્ઞાન કેવી રીતે રજુ કરી શકે? આ થઇ કીર્તનની વિજ્ઞાનમય પરિભાષા.
હવે ત્રીજા વ્યવહાર પરિણામમાં સાધક આશા અપેક્ષાની સાથે આરાધના કરે છે. એને બે વિભાગોમાં વહેંચીએ છીએ. કપેરિઝન અને કોમ્પીટેશન એટલે કે સરખામણી અને હરીફાઇ. સરખામણીમાં એવું કે એણે લોગસ્સનો જાપ કર્યો તો. તેનો છોકરો પાસ થઇ ગયો. લગ્ન થતાં ન હતા તો થઇ ગયા. એને ત્યાં રેડ ન પડી.
[114]