________________
પણ સાબુ નાખીને સફાઇ કરવી પડે છે. જમવાના ટેબલ પર જે ચીકણું હોય છે એને સાફ કરવા પાણી સીવાય બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે. જેમ વીટીંમાં નંગ જડાયેલો હોય છે એવી રીતે આ કર્માણુઓ આત્મા સાથે જડાયેલા હોય છે. એમના નાશનો ઉપાય વંદણા છે.
ચોથો પ્રકાર નિકાચિત છે એને ગાઢા કર્મો કહે છે, એનો નાશ થવો અત્યંત મુશ્કેલ હોય છે. ગાઢા કર્માણુ અત્યંત ગાઢા સ્વરૂપે આત્માની સાથે એકરૂપ થઇ ગયા હોય છે. આટલા ગાઢા હોવા છતાંયે આ કર્માણુઓ અને આત્માનું અસ્તિત્ત્વ કાયમ જુદું જ રહે છે. આ અત્યંત રસ પૂર્વક બંધાયેલા હોવાથી જટિલ હોય છે. સ્મરણ, વંદન, રટણ વગેરે થી એ દૂર નથી યતા. પૂજન ધ્યાન વગેરે આત્મા સાથે સંબંધિત હોવાથી એનાથી દૂર થવાની શક્યતા છે. નહીંતર એને ભોગવવા જ પડે છે, જેમ જમીન કે કપડા પર રંગ કે તેલનાં ધાબા હોય છે અથવા ડાઘ હોય છે, એને કાઢવા સાબુ સીવાય અન્ય ડીટર્જન્ટ, કલીનર્સ વગેરેનો પણ ઉપયોગ કરવો પડે છે. એવી રીતે આ કર્મો પણ ગાઢા હોય છે. તો એનો ઉપાય પણ એવો જ હોય છે. પરમાત્મા સાથે આપણો સંબંધ ખૂબ ગાઢા બની જાય તો એનો નાશ થઇ શકે છે.
આવી રીતે અનંતકાળથી જીવ અનંત કર્મોને લીધે અનાદિ નિગોદ રૂપ અવ્યવહાર રાશિમાં રહે છે. જ્યારે એક જીવ સંસાર ચક્ર પૂરુ કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે એક જીવ આ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. જેમા જીવ ફક્ત જન્મ મૃત્યુ જ કરતો રહે છે એને અવ્યવહાર રાશિ કહે છે. એમાં જીવનો કોઇ પ્રયત્ન નથી હોતો એનો આગળનો વિકાસ હવે બીજાની મદદ વડે થાય છે. આવી રીતે જન્મ મૃત્યુ કરતાં જ્યારે કર્મોનું પાતળું પડ તૂટે છે દૂર થાય છે અને વિકાસ શરૂ થાય છે આવી રીતે જ્યારે એક જીવ સંસાર યાત્રા પૂરી કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે. મુક્ત દશા પ્રાપ્ત કરે છે સિધ્ધ થાય છે. ત્યારે આ જન્મ મૃત્યુની અવ્યવહાર રાશિથી બહાર નીકળે છે, જે વિકાસ યાત્રામાં એ પ્રવેશ કરે છે એ વ્યવહાર રાશિ કહેવાય છે. આ સ્થિતિમાં લાવનારા સિધ્ધ પુરુષ એના વિદેહી પિતા બન્યા સમજવું જોઇએ. પૂર્ણત્વ પ્રાપ્તિની પ્રવેશયાત્રામાં એમણે આને જન્મ આપ્યો.
પરમાત્માના આપણી સાથે ત્રણપ્રકોરનાં સંબંધો હોય છે. પ્રજ્ઞામય, આજ્ઞામય, અને કરુણામય. જીવની પોતાની બે દશા હોય છે.સંજ્ઞામય અને પ્રજ્ઞામય. અનાદિકાળથી જીવ સંજ્ઞાઓથી સંયુક્ત જ હોય છે. સંજ્ઞાઓ માટે તેને કોઇ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી હોતી. સંજ્ઞાના ચાર પ્રકાર છે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. એ સીવાય બીજી ક્રોધ માન વગેરે સોળ અવાંતર સંજ્ઞાઓ જીવ સાથે સંકળાયેલી છે. સંજ્ઞા જીવ કરતો જ રહે છે. એમાં પોતાનુ કોઇ જ્ઞાન પણ નથી હોતું. જેમ કીડીને આહારનીસંજ્ઞા છે. જ્યાં ગળપણ હોય ત્યાં પહોંચે છે. રસ્તામાં અવરોધ આવે છે અકસ્માત થાય છે. મરી જાય છે અવરોધ જોવાનો સમજવાનો અને એનાથી ચેતી જવાનું જ્ઞાન એને નથી હોતું. એવી રીતે અજ્ઞાન પણે [113]