________________
Descending Universal Energy
Parotid Salivary Gland
Sublingual Salivary
Ascending Earth Energy
Submandibular
Salivary
એટલે હું પણ એજ જાપ કરું. હરીફાઇમાં એણે બાર લોગસ્સનો કાઉસ્સગ કર્યો, હું પંદર લોગસ્સનો કરું. ભાવથી જોડાયા વગર પરિણામ નથી મળતું. સમયનાં અભાવે આપણે આ વિષે વધારે ચર્ચા નહીં કરીએ. કારણ કે કીર્તનથી આગળ આપણે સમાધિ સુધી પહોંચવાનું છે.
સંબોધિ હોવાથી સમાધિની ચિંતા નથી રહેતી. સંબોધિ સમાધિની પૂર્વ સૂચના છે. સંબોધિવિશ્રામ છે. સ્વનો સ્વીકાર છે. આપણે જોયું કે મોક્ષપ્રાપ્તિમાં કર્મો બાધક છે અને તે કર્મો અંનત પ્રકારનાં છે. જ્યારે પહેલીવાર જિજ્ઞાસુએ આ સાંભળ્યું ત્યારે પ્રભુને કહ્યું હે ભગવાન! અનંતને તો હું પાર નહીં કરી શકું. એને તમે ઓછા. કરી નાખો. પરમાત્માએ આપણી ઇચ્છા પૂરી કરી છે. એમણે અનંત કર્મોને આઠ વિભાગમાં વહેંચી નાખ્યાં. શિષ્યએ તેને પણ ઓછા કરવાનું કહ્યું. ત્યારે ભગવાને કર્મોનું મૂળ અને કર્મોનો રાજા મોહનીય છે તેને કર્મોનું મૂળ કહ્યું તેનું સ્વરૂપ દર્શાવતા તેના પ્રકાર કહ્યાં. મોહનીયના બે પ્રકાર છે દર્શનમોહનીય અર્થાત્ જે આત્મા પ્રત્યે અનાત્મબુધ્ધિ ફેલાવે અને બીજુ ચારિત્રમોહનીય અર્થાત જે આત્માને આત્મા તરીકે ઓળખ્યા પછી એમાં આવવાવાળી સ્થિરતાને અટકાવવાવાળા ક્રોધ, માન, માયા,
[115]