________________
*
*
*
*
*
* ***
સાધના બતાવી હતી એમણે ..!
ઉસભ-અજિએ આદિ ચોવીસ નામ મંત્ર છે. પ્રણામ કરતા જજો..નામ જપતા જજો અને અનામ હોવાનું પરિણામ પામતા જજો. મૂળ મંત્ર જિર્ણ છે! પ્રત્યેક સાત ચક્રમાં કરવામાં આવતી સાત નામમંત્રની મંત્રણા જિર્ણ મંત્ર દ્વારા આત્મસાત્ કરજો.
આ હતો એમનો શકિતપાત આ હતો મારો ભકિતપાત
આજ થયો તે આત્મસાત..! એમણે પૂછયું હતું.....!
આજે જે દેખાતું નથી છતાં દેખાય તેવું શું? પછી એમણે જ કહ્યું......
ઉજ્જોયગરે એટલે પ્રભાત.. જેમાં સૂરજ ન દેખાય છતાં અજવાળું થઇ જાય છે.
સમગ્ર સંસાર ને જોઇ શકાય છે. પછી સૂરજ ઉગે છે! ગર્મી થાય છે, તડકો આવે છે.
એને કહેવાય છે પ્રકાશ. લોગસ્સ સૂત્ર ઉજ્જોયગરે થી પ્રારંભ થઇ પયાસરા માં
સમ્પન્ન થઇ સિધ્ધોં દ્વારા સિદ્ધિ નો અધિકાર અપાવે છે. લોગસ્સ સૂત્રનો સ્વાધ્યાય મારું પ્રભાત છે. ઉધોત છે. અજવાળું છે. એને પુસ્તક સ્વરૂપ પ્રાપ્ત થવું એ પણ એમનો જ પ્રકાશ છે. તમારા હાથમાં પહોચ્યું તે તમારી સિદ્ધિનો અવકાશ છે. અને અંતમાં......! તેમના ચરણમાં મૂકી મસ્તક, કહું છું આ છે આપનું પુસ્તક.
પુસ્તક અને મસ્તક લઇ લો, મને મારી સિદ્ધિ દઇ દો.
''
'
''
'
'
'
s