________________
ચેહરાની કલપના કરી તેના અંતર્દર્શન કરવા. એમની પાસે લોગસ્સ નથી. નથી આત્મધ્યાન કેનથી પરમભગવાન, તમારી પાસે બધું પ્રગટ છે.
Begin the Inner Smile by picturing a radiant,
smiling face in front of you
આ મંત્ર અંતરસ્મિતનું વરદાન છે. આનો જપ અને ધ્યાન તનાવરહિત થવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા આપણી પ્રસન્નતાની શકિતનું ઉત્પાદન અને પ્રસારણ બન્ને કરે છે. આ અંત:કરણની ભાષા છે. આત્મસંચરણની પરિભાષા છે. આમાં આપણી સ્વાભાવિકતા અને સહજતાનું દર્શન થાય છે. આ મંત્ર ધ્યાન, પ્રવાસ અને અભ્યાસ દ્વારા પરિણમિત થઇ પ્રસાદમય બની પૂર્ણત્વ પ્રગટ કરે છે. આજે તમે સ્વયં ધ્યાના કરો. આજ્ઞા ચક્રની અંદર ઉતરી જાઓ. મંત્ર તમને પૂર્ણપ્રેમ, આનંદ અને પ્રસન્નતાથી ભરી દેશે. તમને પોતાને અનુભવ થશે કે એક અદ્ભુત પરમ શકિત સક્રિય વરદાન બનીને તમારી પર ઝરણાની જેમ વહી રહી છે.
લોકોને ચિત્રોનું બહુ જ કુતુહલ છે. હમણાં એક ચિઠ્ઠી આવી છે. ચિત્રને વધારે ખોલો, આજે તો તમને ખોલીને બતાવી દઉ છું પણ તમે વ્યાખ્યાન સાંભળવા આવ્યા છો. ભકિત કરવા આવ્યા છો. મને ર્ડો. ની પદવી આપવા નથી આવ્યા. તમે મારો ઇન્ટરવ્યું નથી લઇ રહ્યા. ચિત્ર પોતે તમારી સામે ખુલી રહ્યું છે. હવે તો તમે પ્રયોગ કરો અને અનુભવ કરો, તમારુ અંતર વધારે ખૂલશે. ચિત્રો ખોલીને શું કરશો? તમે તમારુ અંતર ખોલો તમારી અંદર જે પરમસ્વરૂપ છે તેનું સ્વરૂપ દર્શન કરો મજા તો ત્યારે આવશે. ભકિત એ નશો છે. નશો કરવાવાળો બીજાનો અનુભવ લે છે, ખ્યારે
[ 95 ]