________________
જુઓ અહીં આ મંત્ર શૈલીને ચિત્રમાં બતાવેલી છે. અહંકારનો ક્ષય કરવા માટે આગળ છે “જિણવરા” મંત્ર. દ્વેષ અથવા તિરસ્કારનો ક્ષય કરવા માટે કરોડ રજુમાં અનાહત સ્થાન પર “તિત્યયરા” મંત્ર છે. આપણા હૃદયમાં નિજસ્વરૂપ મંત્રા “મે છે. અને ઉપરથી પ્રવાહનાં રૂપે સહસ્ત્રાર તરફથી આવતો “પસીયંત” મંત્ર છે. ચાર મંત્રો ભેગા થવાથી પ્રાપ્ત થતી શકિત દેહમાં પ્રવાહિત થઇ પગથી ઉત્સર્જિત થતી જોવા મળે છે. પ્રભુનો અનુગ્રહ પ્રસાદ સંતોનાં ચરણોથી પ્રવાહિત થતો રહે છે. એ કારણે જ ભારતમાં ચરણ સ્પર્શ, વંદના, નમસ્કાર અને પ્રણામની પ્રણાલી પરંપરાથી ચાલતી આવી રહી છે. આપો માથું મળશે ભાયુની કહેવત આ પરંપરાથી કહેવાતી રહી છે.
પરમાત્માના મિલનમાં ત્રણ ચીજ હોય છે. સંવાદ, પ્રસાદ અને આશીર્વાદ. આ ગાથાએ આપણને આ બધું સમજાવ્યું, શિખડાવ્યું અને સક્રિય બનાવ્યા. સંવાદ અને પ્રસાદ બન્ને છુપા હોય છે. ધ્યાન રાખજો પરમાત્મા સાથે સંવાદ થશે પણ કોઇને સંભળાશે નહીં. પ્રભુનો પ્રસાદ મળશે પણ બીજા કોઇને દેખાશે નહીં. આ બે ચીજો જેને પણ પ્રાપ્ત થાય તે મહેરબાની કરી ગુપ્ત રાખે. અન્યથા લોકો એને પાગલા કહેશે. આ એને જ મળશે જેની ભકિતમાં શકિત હશે પરમને પ્રગટ કરવાની. એને મેળવવા માટે ભકિત સભર ભાવોમા ઓતપ્રોત થવું પડશે. આનંદઘનજીએ એને પ્રાપ્ત કરવા માટે કહ્યું- “કપટ રહિત થઇ આતમ અરપણા” પ્રભુ ચરણે નિષ્કપટ ભાવે આત્માનું અર્પણ કરવું પડશે. બધુંદાવ પર લગાડી દેવું પડશે.
આ પ્રસાદ કોઇ પદાર્થ નથી કે નથી કોઇ બજારુ મીઠાઇ કે જેના બે ટુકડા ખાધા અને બીજા ટુકડાઓ અન્યને વહેંચી દીધા. સામાન્ય રીતે આપણે પદાર્થનાં નૈવેધ બનાવી તેને પ્રસાદ રૂપે વહેંચીએ છીએ. પરંતુ આજનો આ પ્રસાદ વહેંચવાનો નથી લૂંટવાનો છે. તમારામાં જેટલી તાકાત હોય તેટલું લૂંટો. જેટલું આપણે લેશું એટલું એ વધશે. માં પોતાના પ્રેમને વહેંચતી નથી લૂંટાવે છે. જેટલું આપે છે વાત્સલ્ય. એટલું પૂરબહારમાં ખીલી ઉઠે છે. પ્રભુ કૃપા પાસે આ દ્રષ્ટાંત પણ નાનુ લાગશે. તમે જ્યારે અનુભવ કરશો ત્યારે પોતે જાતે જ સમજી શકશો. આ કહેવાની નહીં કરવાની વાત છે. આ સાંભળવાની નહીં સમજવાની વાત છે. આ પદાર્યાતીત પ્રસાદની વાત છે. આ પ્રસાદ તો કૃપા, અનુગ્રહ, કરુણા અને પ્રસન્નતાનો ધોતક છે.
ત્રિલોકીનાથ કયારેય નારાજ નથી થતા. એમની આત્મીય પ્રસન્નતા નિરંતર પ્રવાહિત થતી રહે છે. આ પ્રસન્નતા રાગજનિત નહીં આત્મીય છે. સહજ અને સ્વાભાવિક છે. અંતર ચિત્તના પ્રતિબંધથી રહિત છે. પ્રવાહિત છે. સ્રોતાન્વિત છે. કોઇ પણ વાતમાં વિશ્વાસ ન કરવાવાળું વિજ્ઞાન પણ પરમ સ્વરૂપને સન્મુખ રાખી ઉર્જા મેળવવાના પ્રયોગને મહત્વ આપે છે. નીચે લખેલા શબ્દો વિજ્ઞાનનાં જ છે. મેં એને એમ ને એમ રહેવા દીધા છે. ઇનફ્રંટ અર્થાત સન્મુખ. સમ્મુખ અર્થાત્ સામે. વિજ્ઞાનમાં ધ્યાનની આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણાં સમક્ષ પરમાત્માનાં હસ્તા
[ 94]