________________
ખૂબ પ્રયત્ન કરી રહ્યાં હતા. અણગાર પદ મળતાં જ આ સર્વે તેમના માટે સહજ અને સ્વાભાવિક થઇ ગયું.
આમ આ રીતે એ તાપસીને સંયમિત અને સંબોધિત કરી પ્રભુ પાસે લઇ ગયો ત્યારે ૫૦૦ સાધુઓને તો પરમાત્માની વાત સાંભળીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. બીજા ૫૦૦ સાધુઓને પરમાત્માના સમવસરણનો વૈભવ જોઇને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્રીજા ૫૦૦ને સમવસરણમાં પ્રવેશ કરતાં જ પ્રભુનાં દર્શન કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કેવળ જ્ઞાનની આ ઘટના મારા જ્ઞાનનાં અભાવે અજાણ રહી અને ૧૫૦૦ સાધુઓ સમવસરણમાં કેવળીની પર્ષદામાં ( સમવસરણમાં દેવી દેવતા, સ્ત્રી પુરુષ, સાધુ સાધ્વી, કેવળી વગેરેની ૧૨ બેઠકોની વ્યવસ્થા હોય છે. બેઠકની આ વ્યવસ્થાને પર્ષદા કે પરિષદમાં કહેવાય છે.) જઇને બેસી ગયાં. તેઓ જ્ઞાની છે તેમ ન જાણી શકવાને કારણે મેં તેઓને આ કામ કરવા માટે ઠપકો આપ્યો. તેઓ પ્રત્યેનો મારો ઉપાલંભ સાંભળી ભગવાને મને આ યોગ્ય છે એમ કહ્યું. આવો અદભુત હોય છે પરમાત્માનો અનુગ્રહ. ત્યારે બધાં જ આયાસ અને પ્રયાસ વગર અનાયાસ આવરણો તૂટે છે અને જ્ઞાન જાગે છે.
તો ચાલો જે પ્રયત્ન થી તમે લોકો થાક્યા છો એ પ્રયાસ માટે તમને વધારે ન થકવતા એને અનાયાસ બનાવવાના માર્ગે ચાલીએ. જેપગથીયા ચઢવા માટે જ્યારે આપણે આપણને અસમર્થ સમજતા હોઇએ ત્યાં લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે ચક્રોનાં સાડા ત્રણ વલયનાં ક્રમને અંતિમ “વધ્ધમાણ” શબ્દ દ્વારા આપણે મણિપૂરચક્રમાં સંપન્ન કરેલો, એ ક્રમથી વર્ધમાન ભાવોને અંદર ભરતા ભરતા હવે પાંચમી ગાયાનું એક સાથે ઉચ્ચારણ કરીએ. ગતિ સ્ત્રોતને અનાહત ચક્ર તરફ આગળ વધારીએ. એજ ભાવોની સાથે સીધા બેસી, આંખો બંધ કરી ગાથા બોલીએ. બિલકુલ ધ્યાનસ્થ થઇને બીજે બધે થી ધ્યાન હટાવી ફકત પ્રભુ સાથે ગાયા દ્વારા સંવાદનો પ્રારંભ કરીએ. આપણા અવાજને બુલંદ કરી શબ્દોનો ગંભીર ઘોષ કરીએ. મહાઘોષ કરીએ.
એવંમએ અભિળ્યુઆ, વિહુયરયમલા પછીણજરમરણા. ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતા
સંવાદમય યોજનાની આ ગાયામાં આપણને પોતાની અને પરમાત્માની. ઓળખાણ તો થઇ ગઇ, સબંધ પણ થઇ ગયો એટલું જ નહીં વાતચીત પણ થવા લાગી. એક સાથે ચોવીસે સાથે સબંધ બંધાઇ ગયો. આપણને એટલો વિશ્વાસ તો થઇ ગયો કે આ ચોવીસ માથી કોઇને કોઇ તો આપણી સાથે રહેશે.
આ વાર્તાલાપ શરૂ થતાં જ અને “ચઉવીસ પિ” સુધી પહોંચતા જ પરમાત્માનાં પ્રસાદનો મંત્ર મેળવતા પૂર્વેની ક્ષણો આવી અને અચાનક જ ગાડી ઉભી રહી ગઇ. અહંકાર અને તિરસ્કારનો ત્યાગની વાતો થી ક્ષોભ પામેલો ભક્ત યોભી '
[32]