________________
પૂર્ણતા પ્રસાદ છે. જ્યાં સુધી અહંકાર રહે છે ત્યાં સુધી પ્રયત્ન કરવો પડે છે. પણ એને પરમાત્માનો અનુગ્રહ પ્રસાદ તોડી પણ શકે છે. પરમકૃપા હમેંશા અનાયાસ જ હોય છે તેને કોઇ આયાસ કે પ્રયાસની આવશ્યકતા નથી હોતી. લોકો કહે છે કે માંગ્યા વગર તો મા પણ દૂધ નથી પીવડાવતી, એ ખોટુ છે. માગવાથી તો કેટલાયે આપે છે, જે વગર માગ્યે દૂધ પીવડાવે એને મા કહેવાય છે. મા પાસેથી મેળવવા માટે કોણ પ્રયાસ કરે છે? મા અને પરમાત્મા બન્ને આપ મેળે આપે છે. એક આપે છે જન્મ અને બીજો આપે છે અમરત્વ.
ગૌતમ સ્વામીએ એમના અનુભવની એક વાત કરતા કહ્યું કે ઘણી વાર એવું બનતું કે મારા સંપર્કમાં આવનારાઓને પરમાત્મા પાસે લઇ જતાં જ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઇ જતું. એક વાર આવા કેટલાક શુધ્ધ આત્માઓને કેવળી બનતા જોઇ હું પોતે મારી જાત પ્રત્યે સંદિગ્ધ થઇ ગયો ! કે મારા જ દ્વારા સંબોધિત, મારા જ દ્વારા સંયમિત જીવો પરમાત્મા પાસે પહોંચતા પહોંચતા જ કેવળજ્ઞાની બની જાય છે તો મારી કેવળી દશાનું શું? મારા મોક્ષનું શું? હું ભવ્ય છું કે અભવ્ય ? મારા મનની આ ભાવનાને ઓળખી ભગવાન મહાવીરે મને અષ્ટાપદ આરોહણ કરવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે આની ઉપર જે ચરમ શરીરી છે (જેનો આ ભવમાં જ મોક્ષ થવાનો હોય) એ જ આરોહણ કરી શકે છે. આ વાક્ય પર પણ હું ઉત્તેજીત થઇ ગયો. ત્યાં ગયો જ્યારે અષ્ટાપદ જોયો ત્યારે પોતાના સામર્થ્યમાં બહુ જ પ્રયત્ન કરવો પડે તેમ લાગ્યું. કરી આંખો બંધ. કર્યા યાદ ભગવાન મહાવીરને. એટલામાં તો પરમાત્માનાં અનુગ્રહનાં કિરણો મારા તરફ આવ્યાં. મને આશ્ચર્ય તો થયું પરંતુ તરત જ ધ્યાન આવ્યું કે જેમ ગ્રહો પોતાના કિરણો ધરતી પર પ્રસરાવી જીવ સૃષ્ટિને પ્રભાવિત કરી શકે તો પ્રભુનો પ્રભાવ તો અદ્ભુત છે, બસ થોડી જ ક્ષણોમાં સૂરજ માંથી કેટલાક કિરણો નજીક આવ્યાં. વૃધ્ધ જેમ લાકડીને ટેકે ચઢે છે તેમ હું સૂરજનાં કિરણોને પકડીને અષ્ટાપદ પર્વત ચઢવા લાગ્યો. એ વખતે એ પર્વતનાં પ્રથમ પાદપર ચઢેલા ૫૦૦ તાપસોએ મને જોયો. બીજા પાદપરનાં ૫૦૦ તાપસોએ પણ મને જોયો, અને એમ વર્ષોનાં અથાગ પ્રયત્નો પછી ત્રીજા પાદપર સ્થિત ૫૦૦ એવી જ રીતે ૧૫૦૦ તાપસો આશ્ચર્ય ચકિત હતાં કેમ કે તેઓ વર્ષોથી સાધના કરી રહ્યાં હતાં. ત્યારે એ પહેલા, બીજા અને ત્રીજા પાદપર પહોંચી શક્યા હતાં. એમાંના કેટલાક તો આહાર જ નહોતા લેતાં, કેટલાક ફક્ત ફળ કુલ અને પાંદડાનો જ ઉપયોગ કરતા હતાં. કેટલાક ફકત સેવાળનો ઉપભોગ કરતા હતાં. કેટલાક તો પંચાગ્નિ જેવી કઠણ તપશ્ચર્યા પણ કરતા હતાં. તો પણ શ્રધ્ધા અને વિશ્વાસથી પ્રયત્ન કરતા હતાં. આમાંની કોઇ પણ જાતની તપસ્યા કર્યા વગર આરોહણ કરતો મને જોઇ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયાં. મે એમના મનનું સમાધાન કર્યુ. જિનેશ્વરનું સ્વરૂપ સમજાવ્યું. એમને અણગાર પદ આપ્યું અને પરમાત્માનાં અનુગ્રહ પ્રસાદની વાત કરી. જે મારા માટે પ્રભુ કૃપાથી સામાન્ય અને આસાન હતું એ માટે તો તેઓ વર્ષોથી
[91]