________________
આ બધું તેઓ જનસમુદાય માટે કરતા હતા.
ગુરુ ગૌતમ સ્વામીએ એક એવો મંત્ર આપ્યો જેમા બધુ સમાય જાય. “જિણવરા! તિત્યયરા! મે પસીયંતુ!” ચાર શબ્દોનો આ અદ્ભુત મંત્રોચ્ચાર થયો. સંસારનાં વિવાદ, વિષાદ, વિસંવાદ અને અવષાદને સમાપ્ત કરવાનો એક અપૂર્વ મંત્રનો ઉચ્ચાર થયો. આપણા જીવનની બે અભિવ્યક્તિઓ પ્રબળ છે, અહંકાર અને તિરસ્કાર, જે સમગ્ર સંસારનું મૂળ કારણ છે. નિરંતર જન્મ-મરણની ગાડીના બે પૈડા છે. આ બે અભિવ્યક્તિઓ વિભકત કરે છે. પ્રેમને, પરિવારને અને સમ્પૂર્ણ વ્યવહારને, આ અભિવ્યક્તિ વ્યક્તિની આગળ પાછળ વ્યક્ત થાય છે, અહંકાર હમેંશા આગળ રહે છે. તિરસ્કાર કાયમ પાછળ રહે છે, વ્યક્તિની પ્રશંસા અહંકાર આપે છે. નિંદા તિરસ્કાર કરે છે. પ્રશંસા મોઢા પર, આગળની તરફ સામે થાય છે. નિંદા પીઠની પાછળ થાય છે. આ બન્નેની આદતો અનાદિકાળની છે. એને એક ઝાટકે તોડવા માટે આ મંત્ર છે. “જિણવરા” શબ્દથી અહંકાર જાય છે. અને “તિત્યયરા” શબ્દથી તિરસ્કાર તૂટે છે. ઉર્જા સ્રોતમાં આગળ “જિણવરા” મંત્ર ચાલશે અને પાછળ મેરુદંડમાં“તિત્યયરા” મંત્ર ચાલશે.
આપણે અહંકાર અને તિરસ્કાર બન્ને પર વિજય મેળવવાનો છે. કોઇ એક
પરની જીત અધૂરી છે. અહંકારનું માન કષાય છે. તિરસ્કાર ક્રોધ કષાય છે. ક્રોધીનું નાક ઉંચુ હોય છે. માનીનાં ખભા ઉંચા હોય છે. માનવીય પ્રકૃતિ ક્ષમા, પ્રેમ અને સરળતા છે. માનવીય પ્રકૃતિનું નિસર્ગની પ્રકૃતિ સાથે આ અદ્ભૂત સામંજસ્ય છે. ક્રોધી અને માની બન્ને પ્રકૃતિથી વિરુધ્ધ હોવાને કારણે થાકેલા હોય છે. આજે મંત્ર મળી ગયો છે બન્ને કષાયને સમાપ્ત કરવાનો.
આગળ અહંકાર છે, પાછળ તિરસ્કાર છે અને વચ્ચે આપણે છીએ. એ બન્ને આપણા નથી. આપણો એ સ્વભાવ નથી. પારકા હોવાં છતાંયે અનાદિકાળથી તેઓ આપણી ઉપર દાદાગીરી કરે છે. કાઢો એને, આપણે ત્યાં જ રહેશું. ઉર્જાનાં ગતિસ્રોતમાં આગળ “જિણવરા” ની અને પાછળ “તિત્યયરા” ની પ્રતિષ્ઠા કરવી છે. વચ્ચે હું છું. હું પણ કઇ ઓછા મહત્ત્વનો નથી બાકી એમ કહો કે હું ના કેન્દ્ર બિંદુ ની અહંકાર અને તિરસ્કાર સીમાઓ છે. આ સીમારેખાને દૂર કરતા જ જિણવરા, તિત્યયરા અને હું આ ત્રણે મળી એક મંત્ર બની જશે. ગતિસ્રોતની પ્રગતિ કરીએ. એટલી વધારે પ્રગતિ કરીએ કે કોઇક ઠેકાણે આપણી અને પરમ સ્વરૂપની એટલે “મે” અને “જિણવરાતિત્યયરા”ની ભેદરેખા સમાપ્ત થઇ જાય, માંત્રિક અને તાત્ત્વિક પ્રતિષ્ઠા જ્યારે એક થઇ જાય છે ત્યારે આ શક્ય છે અને તે પણ જો મુશ્કેલી લાગે તો આવો ગુરુ ગૌતમને ફરીયાદ કરીએ કે આ બન્ને અહંકાર અને તિરસ્કાર અડીંગો જમાવીને બેઠા છે અમે એને કેવી રીતે હરાવીએ?
ગૌતમ સ્વામી કહે છે ગભરાઓ નહીં! તમે પ્રવાસ શરૂ કરી ચૂકયા છો, તો તેની પૂર્ણતાનો પ્રસાદ તમને અવશ્ય મળશે. યાત્રાનો પ્રારંભ પ્રયાસ છે અને યાત્રાની
[90]