________________
હતો. તને કઇ આવડતું તો નથી? એણે કહ્યું કેમ મને આલ્ફાબેટ તો આવડે છે. સાંભળીને બધાં ખડખડાટ હસ્યા. કેમ કે,
અલાદ્યુત ચુતવતાં પરિહાસધામાં
Gભકિતદેવમુખરિ કુરુતે બલાત્મામા!
અલ્પજ્ઞાની ઉપર વિદ્વાનો હસે એતો સંસારની સ્વાભાવિકતા છે. ભગવતમિલન ની અપેક્ષાએ વિદ્વતાની ઉપેક્ષા થાય એ ભકિતની સ્વાભાવિકતા છે. બાળકે કહ્યું તમે પણ આલ્ફાબેટ બોલી રહ્યા હતાં, હું પણ એજ બોલી રહ્યો હતો. ફરક માત્ર એટલો જ હતો કે તમે વડીલો છો, વિદ્વાનો છો, અક્ષર ગોઠવીને બોલતા હતાં. મને ગોઠવતા નથી આવડતા એટલે હું ફકત અક્ષરો જ બોલી રહ્યો હતો, એટલે મેં ભગવાનને કહ્યું કે હું બાળક છું. એટલે મારા અક્ષરો તું ગોઠવી લેજે.
આપણે ભકિત તો કરીએ છીએ પણ આપણી ભકિત બીજાઓ દ્વારા ગોઠવેલી હોય છે. કાં તો આપણે પોતે ગોઠવીએ અથવા જેમના પ્રત્યે આપણી ભકિત હોય એ પોતે ગોઠવે, બન્નેમાંથી કોઇ પણ સ્થિતિ હોય પરંતુ આપણી સ્તુતિમાં સ્તોતાનું સામે રહીને સ્તુતિ સ્વીકારવું અભિસ્તુતિ છે. અભિશબ્દ વ્યાકરણમાં ઉપર્સગકહેવાય છે. આ ઉપસર્ગ પરિષહવાળો નથી પરંતુ જે શબ્દની આગળ લાગીને શબ્દોનો અર્થ બદલી નાખે તેને વ્યાકરણમાં ઉપર્સગકહે છે, અતિ, અધિ, અનુ, અભિ, અવ, આ, ઉદ, ઉપ, નિ, પરા, પ્રતિ, પ્રવિ, સમ.. આ પ્રકારે કેટલાયે ઉપસર્ગો છે. જેમ ક્રમણ શબ્દ છે એની આગળ આ લગાડવાથી આક્રમણ બનશે. એની આગળ સમ લગાડશોનો સંક્રમણ બનશે. અતિ જોડશો તો અતિક્રમણ બનશે. પ્રતિ લગાડશો તો પ્રતિક્રમણ બની જશે. અનુ જોડશો તો અનુક્રમણ બની જશે. આવી રીતે અહીં સ્તોતા શબ્દની આગળ અભિ ઉપસર્ગ લાગીને અહી અભિસ્તોતા શબ્દ બની ગયો છે. જેની સ્તુતિ કરવામાં આવતી હોય તેને સ્તોતા કહેવામાં આવે છે. ઉપસર્ગોમાં ચોયો જે અભિ ઉપસર્ગ છે , જેનો અર્થ થાય છે સમક્ષ હોવું. એની ઉપર થી અભિનંદન, અભિવ્યકિત, અભિમુખ, અભિવંદન, અભિસ્તુતિ વગેરે શબ્દો બને છે. અહીંશબ્દ છે અભિસ્તોતા.
સ્તુતિ જ્યારે પ્રકર્ષભાવમય બની જાય છે ત્યારે પ્રસ્તુતિ બની જાય છે. પ્રસ્તુતિ જ્યારે પરાકાષ્ટા એ પહોંચે છે ત્યારે સ્તોતા પ્રગટ થાય છે. સ્તોતાની સામે સ્તોતા દ્વારા સ્તુતિનું સાંભળવું અથવા સ્વીકારવું જ્યારે સાર્થક બને છે, ત્યારે એ સ્તોતા અભિસ્તોતા બની જાય છે. આજના આપણા આ લોગસ્સ સૂત્રનાં વાર્તાલાપનાં અભિસ્તોતા છે ચોવીસ પરમાત્મા. વિચારો આપણે કેટલા ભાગ્યશાળી છીએ! નેતાઓ અને અભિનેતાઓને માન પાન આપી પ્રમુખ સ્થાન સોંપવાને અગત્યતા સમજવા વાળા કળિયુગમાં સતયુગનાં સાક્ષાત્ સ્તુત્ય પોતે આપણા અભિસ્તોતા બની પ્રગટ થઇ રહ્યાં છે. આ કેવું આપણુ પરમ સોભાગ્ય! પરમ ત્રાતા
[85 ]