________________
પરમાત્માનો આ પ્રશ્ન આપણાં સમર્પણની આ છેલ્લી પરીક્ષા છે. સર્વોચ્ચ સમર્પણનો છેલ્લો દાવ છે. પ્રભુ! સ્તુતિનું ફળ મુકિત છે, એટલે એ તમારા વગર કેવી રીતે શક્ય છે? અને તેથી જ તમારી સ્તુતિ કરીએ છીએ. અમને જોઇએ છે ફકત તમારું સ્મરણ અને અમારું નિષ્કામ સમર્પણ. તમારી ઉપસ્થિતિ અને અમારી નિર્દોષ સ્તુતિ. ભકતામર સ્તોત્રમાં કહ્યું છે, બાલ વિહાય..! નિદોર્ષતા વગર તું કયાં પ્રગટ થાય છે? આનંદઘનજી કહે છે,
ગાય ન જાનૂ, બજાયનજાનૂ
તુઝે રીઝન કી રીત ન જાનૂ. તું કેવી રીતે રીઝે છે ? તેની મને કંઇ ખબર નથી, ન ગીત ન સંગીત બસ! ફકત તારા તરફ પ્રીત. ભકિત સમર્પણ. એક વાર એક સભાગૃહમાં પ્રાર્થના ચાલતી હતી. ખૂબ મોટા મોટા સ્તોત્ર બધાં સુમધુર અવાજમાં ગાઇ રહ્યાં હતાં. અંદરો અંદર ગીતોનો તાલ મેળ જામી રહ્યો હતો. એ મેળામાં એક બાળક પણ હતું. એને પ્રાર્થના. ન હોતી આવડતી. નર્સરીમાં જતો હતો. આલ્ફાબેટ જાણતો હતો. એજ બોલવા લાગ્યો. એ. બી. સી. ડી. ઇ..
પ્રાર્થના પૂરી થઇ ગઇ. બાળક એમ ને એમ ઉભો હતો. હાથ જોડેલા, આંખો બંધ હતી. ખબર જ ન હોતી કે પ્રાર્થના કયારે પૂરી થઇ ગઇ? અનઔપચારિક સંબંધ આવા જ હોય છે. સમર્પણ અને ભકિત કાયમ અનૌપચારિક હોય છે. ઔપચારિકની સાથે એને કોઇ સંબંધ નથી હોતો. ઔપચારિકતાનો મેળો વિખરાવા લાગ્યો હતો પણ બાળકની સ્તુતિ તો પરમાત્માનાં મિલન સુધી પહોંચી ગઇ હતી. બધાંની આંખો ખૂલી ગઇ. સભાગૃહનાં સભ્યો એક બીજાને જોઇ રહ્યાં છે. મળી રહ્યાં છે. બાળકની આંખો બંધ હતી, બંધ આંખોથી જે દેખાય છે એ ભગવાન છે. ખૂલી આંખે જે દેખાય છે તે સંસાર છે. આ સર્વોચ્ચસ્થિતિ માટે કબીરે એ કહ્યું છે,
નયનન કીકરી કોઠરી, પુતલી પલંગબિછાયા
પલકન કીચિક ડારિ કે, પિયકોલિયારિઝાય. દર્શન કહેવાય છે જોવાને, જોવાની વિધિમાં આંખો ખૂલે છે. પરંતુ પ્રભુદર્શનમાં તો આંખો બંધ થઇ જાય છે. એમ કેમ બને છે? એના જવાબમાં કહે છે કે આંખો શયનગૃહ છે. કીકીઓ બીછાનું છે. બન્ને પાપણોં પડદા છે. પડદા નાંખીને જ પ્રભુપ્રેમ થાય છે. એટલે જ આપણે આંખો બંધ કરીએ છીએ.
બાળકની આંખો બંધ હતી. બધાંની પ્રાર્થના પૂર્ણ થઇ ગઇ હતી. બાળકની પ્રાર્થના પૂર્ણત્વમય બની ગઇ હતી. બધાં બાળક પર હસતા હતાં. બાળક મલકતું હતું પ્રભુમિલનપર. લોકોએ તેને હલબલાવ્યો. જગાડયો. પ્રાર્થના પૂરી થયાની જાણ કરી. દિગમુઢ બની બાળક જોવા લાગ્યો. પ્રાર્થના સમાપ્ત થઇ શકે છે, પણ પ્રભુ પ્રેમ ક્યારેય સમાપ્ત થઇ શકતો નથી. લોકો એ હસતાં હસતાં પૂછયું તું શું બોલી રહ્યો
[ 84]