________________
| ૫. નિજાલય માં સ્વરાલય.
માર્ગબે છે. શ્રમનો અને વિશ્રામનો. સંઘર્ષનો અને સમર્પણનો. સંઘર્ષ વગર શ્રમ સંભવ નથી. અનાદિકાળથી જીવ સંઘર્ષ જ કરતો આવ્યો છે. વિશ્રામનું એને જ્ઞાન ન જનથી. જ્યારે બધાં પ્રયત્નો નિરર્થક થઇ જાય છે, ત્યારે વિશ્રામની શરૂઆત થઇ જાય છે. ભગવાન બુધ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરેલા, પણ એમને જ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. એક રાતે તેઓ ખૂબ થાકી ગયા. નિરાશ થઇ ગયા. વિચાર્યું, હવે કંઇ જ કરવું નથી. જ્યારે જ્ઞાન થવાનું હશે ત્યારે થઇ જશે, થાકેલાં હતા. બહુ જ સાધના થઇ ચૂકી હતી. બહુ રાત્રીઓ જાગી ચૂક્યા હતા. સૂઇ ગયા. નીંદર આવી. શિથિલ થઇ ગયા. રિલેક્સ થઇ ગયા. ખાલી થઇ ગયા. બિલકુલ ખાલી. જ્યારે જાગ્યા ત્યારે તેઓ સાચા જાગ્યા. એ નીંદર પણ છેલ્લી નીંદર હતી. એ જાગરણ પણ છેલ્લું જાગરણ હતું. જ્યારે નીંદર જ ન હોય અને જે રહે તે જાગરણ જ હોય છે. કારણ કે થાક નહોય તો સુવાનું કેવું? જ્યારે શ્રમ ન હોય તો થાકવાનું કેવું? જાગૃતિ થઇ જાગૃતીમાં જ્ઞાન હતુ. જ્ઞાન સાથે ભાન હતું. પોતાના અસ્તિત્વનું પૂરું જ્ઞાન હતું. સંબોધિની પ્રાપ્તિ હતી. હવે કોઇ આપત્તિન હતી.
જ્ઞાન માટે, સમર્પણ માટે ખાલી થવું પડે છે. સમર્પણ પછી બધાં પ્રયત્નો નિરર્થક બની જાય છે. કોઇ શ્રમનથી. સીધો વિશ્રામ છે ત્યારે જ કહ્યું છે,
માળા જપોનકર જપ્યો.જિવ્યાકહિયોન રામા સુમિરન મેરા હરિ કરે સૈ તો કરુ વિસરામ
જ્યાં સુધી ફકત સ્તુતિ છે ત્યાં સુધી શ્રમ છે. સ્તુતિ સ્વયંસ્તુત્ય રૂપમાં જ્યારે પ્રગટ થઇ જાય છે. ત્યારે પરમાત્મા જ પરમાત્મા પ્રગટ થઇ જાય છે. બીજુ કંઇ જ દેખાતુ નથી. ફકત સ્મરણ જ નિરંતરતા બની રહે છે. અવ્યકત વ્યકત થઇ જાય છે. એમના અસ્તિત્વની અનુભૂતિ અભિવ્યકિત થઇ જાય એને કહેવાય છે અભિસ્તુતિ.
- અભિસ્તુતિ થવાથી પરમાત્માનાં સાનિધ્યની પ્રતીતિ થઇ જાય છે. શરૂ થાય છે હવે સંવાદ. પ્રેમનાં બધાં ગીતોનો અનુવાદ. કહે છે પ્રભુને તમે મારા દ્વારા અભિસ્તુત છો. તમે અણમોલ છો, પરંતુ મારું સમર્પણ પણ મૂલ્યવાન છે, મને વિશ્વાસ છે કે સ્તુતિ નકામી નથી જતી. મારી પાસે થી ખસવું, દૂર થઇ જવુ હવે તમારે માટે બહુ જ મુશ્કેલ છે. તમે હવે ક્યાંય નહી જઇ શકો. હવે મારા મોક્ષની જવાબદારી તમારી ઉપર છે. પરમાત્મા પૂછે છે, કેમ? તારી આજુબાજુ ઘણાં બધાં છે, મારી સ્તુતિ શા માટે કરે છે?
[83] .