________________
જગત-ત્રાતા પોતે અભિસ્તોતા બની પધારે છે. લોગસ્સની આ સૂત્રધારા પરમનાં અસ્તિત્વનો પુરસ્કાર છે. જેના અસ્તિત્વ વિશે જગત સંદિગ્ધ છે. એ પોતે હાજર થઇ ગયા. હવે આપણે ઓલા ભગવાન એમ ન કહેવું જોઇએ. “એ” (પરમાત્મા) હવે “તમે” બની પ્રગટ થઇ ગયા છે. નામ કીર્તનનું પરિણામ પ્રગટ થઇ ગયું. અનામી નામમાં પ્રગટ થઇ ગયા. પ્રણામનું પરિણામ અભિસ્તોતાનું સાકાર થવું છે. નિરાકાર સાકાર કેવી રીતે થઇ ગયા, જાણો છો? એ નિરાકાર આપણા નિરાકાર માં એકરૂપ બની ગયા. આજ કીર્તનનું પરિણામ છે. આપણું પોતાનું નિરાકાર સ્વરૂપ કોઇ આકારમાં બંધાયેલું છે. એ આકારે નિરાકારને આકર્ષિત કર્યા, એ શુભ પુણ્ય jજ જે કુદરતમાં વિખરાઇ ગયા હતાં એનું એકત્રીકરણ થયું. ઉત્તરીકરણ થયું. પાપોનું પ્રતિક્રમણ થયું. અને આપણામાં એમનું સંક્રમણ થયું. બસ સંક્રમણની આ પ્રક્રિયા કરી સ્તોતા અભિસ્તોતા બની ગયા. ચાલો એમની સાથે કરીએ હવે સંવાદ એવો સંવાદ કે જેમાં કોઇ વિવાદ ન રહે. આપણા સાદને સાંભળી તેઓ આપણને પ્રતિસાદ અને પ્રસાદ આપે.
- જે સામે છે એમનાથી આજે વાત કરવાની તક છે. એમને આપણાં બનાવી લેવાનું અભિયાન છે. બોલવાની શરૂઆત આપણે જ કરીશું. એને કહી જ દેશું કે તું અમારો અભિસ્તોતા છે. તે સામે રહીને મારી સ્તુતિ સાંભળી છે. અત્યાર સુધી તું સંતાયેલો હતો. સંતાઇને સાંભળતો હતો. મને ખબર પણ નહોતી પડવા દેતો. પણ હવે તું મારી જકડમાં આવી ગયો છે. મને મારી ઉપર વિશ્વાસ છે. મને તારી પર વિશ્વાસ છે મને મારી સ્તુતિ પર વિશ્વાસ છે. મને તારા પ્રગટીકરણ પર વિશ્વાસ છે. મારા દ્વારા સ્તુતિનો સ્વીકાર કરવાવાળો તું જ એક માત્ર મારો સ્તોતા છે. કારણ મારા રૂપમાં તું જ પ્રગટ થઇ રહ્યો છે. આજે તારા સ્વરૂપમાં મને મારા રૂપનાં જ દર્શન થઇ રહ્યાં છે.
તારા ચરણોમાં મારું અર્પણ છે. તું મારું દર્પણ છે. દર્પણ જેવું હોય તેવું પ્રતિરૂપ પ્રસ્તુત કરે છે. કોઇ છુપાવતું નથી. તારા દર્પણમાં મારું દર્શન થઇ રહ્યું છે. મને એ વાતનો વિશ્વાસ છે કે મને પ્રગટ કરવાની તાકાત તારામાં જ છે. આજે તારામાં મારું રૂપે પ્રગટ થઇ રહ્યું છે એ પણ અપૂર્વ છે. મારું આવુ રૂપ મેં પહેલાં ક્યારેય નહોતું જોયું. આજે તને પણ જોયો અને મને પણ જોયો. મને ખબર નહોતી હું સ્ત્રી નથી. પુરુષ નથી પણ એ બધાંથી જૂદો જ અલગ માત્ર શુધ્ધ બુધ્ધ નિરંજન નિરાકાર ભગવાન આત્મા છું. સહજ આત્મ સ્વરૂપ શુધ્ધ યિદ્રૂપ છું. નિર્મળ પરમાત્મા છું. બધાં જ પ્રર્યાયોથી રહિત મારા સિધ્ધવની સાથે પ્રગટ આ સ્વરૂપ તારું જ દર્શન છે. હવે તું મને છોડીને કયાંય નહીં જઇ શકે.
અત્યારે સાંભળી રહેલા અભિસ્તોતા મૌનમાં કહી રહ્યા છે. પરાવાણીમાં બોલી રહ્યાં છે. “વત્સ! તું અત્યારે જ્યાં છો ત્યાં તારી આજુબાજુ સંસાર છે. કેટલાયે લોકો છે, અમેને પ્રીતિ કર. અનેક ગુર છે તેમની ભકિત કર. અનેક સમર્થ પુરુષ છે તેઓથી
[ 86]