________________
૬૮
પંચાસ્તિકાય
- વિવેચન : આહાર, ભય, મૈથુન, પરિગ્રહમાં ઇંદ્રિને આધીન વર્તે, ન્યાય અન્યાય ન વિચારે તે વિશેષ પાપ બાંધે. કૃષ્ણ નીલ કાપત લેશ્યાથી પાપ બંધાય. આર્તરૌદ્ર ધ્યાન કરે અને પાપકાર્યોને ધર્મ માને તે વિશેષ પાપ બાંધે. इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुटू ठुमग्गम्मि । जावतावत्तेहिं पिहियं पावासवं छिदं ॥१४१।।
इन्द्रियकषायसंज्ञा निगृहीता यैः सुष्ठमार्गे । यावत्तावत्तेषां पिहितं पापास्र छिद्रं ॥१४१।।
અર્થ : ઇદ્રિ, કષાય અને સંજ્ઞાને જય કરવાવાળા કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રને નિરોધ છે એમ જાણવું.
વિવેચન એ બધાને જીતવાને પ્રયત્ન કરે તે પાપ આસવ રેકાય તે સંવરતત્વ છે. વિષય, કષાય અને સંજ્ઞા એ શત્રુઓ છે. એ જિતાશે તે લાભ થશે. जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदन्वेसु। णासवदि सुहं असुहं समसुहृदुक्खस्स भिक्खुस्स ॥१४२।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा सर्वद्रव्येषु । नास्रवति शुभमशुभं समसुखदुःखस्य भिक्षोः ॥१४२।।
અર્થ : જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનતૃષ્ટિના ધણી નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી.
વિવેચન જે વસ્તુને યથાર્થ જાણે છે અને જે રાગદ્વેષ નથી કરતા તે મહાપુરુષને શુભાશુભ આસંવ રેકવારૂપ સંવર થાય છે.