________________
પંચાસ્તિકાય
અર્થ : ઈંડામાં જેમ પક્ષીને ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂઈગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ એકેન્દ્રિય જીવે પણ જાણવા.
વિવેચન : ઘણું લેકે સ્થાવરકાયમાં જીવ છે તે જાણતા નથી. પરંતુ ઈડમાં અને ગર્ભમાં જીવ મૂછિત અવસ્થામાં વધે છે તેમ ત્યાં પણ જીવ છે. . . संवुक्कमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रस फासं जे ते बेइंदिया जीवा ॥११४॥ शंबूकमातृवाहाः शङ्खाः शुक्तयोऽपादकाः च कृमयः । जानन्ति रसं स्पर्श ये ते द्वीन्द्रियाः जीवाः ॥११४॥
અર્થ શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવે રસ અને સ્પર્શને જાણે છે તે બે ઇન્દ્રિય જીવે જાણવા.
વિવેચન : શંખ, કેડાં, છીપ, કૃમિ વગેરે જ રસ અને સ્પર્શને જાણે તે બેઈદ્રિય છે. जूगागुंभीमक्कणपिपीलिया विच्छियादिया कीडा।। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा ॥११५।।
यूकाकुंभीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः । जानन्ति रसं स्पर्श गंधं त्रींद्रियाः जीवाः ॥११५॥
અર્થ : જ, માંકડ, કીડી, વીંછી, આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાએ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે “ત્રણ ઇંદ્રિય જી" જાણવા.
વિવેચન : કીડી વગેરે રસ, સ્પર્શ, ગંધને જાણે તે તેઇંદ્રિય કહેવાય છે. '