________________
પંચાસ્તિકાય
૩પ
आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावः । જારિત ભાવમોચાવાણાવાવા દ્દા -
અર્થ : આત્મા જ્યારે ભાવકર્મરૂપ પિતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે.
વિવેચન : આત્મા વિભાવરૂપે પરિણમે ત્યારે કર્મપુદ્ગલે આત્મપ્રદેશમાં ચેટી જાય છે. જીવની સાથે અવગાઢપણે રહે એવું જે પુદ્ગલનું સ્વરૂપ તે કર્મ છે. જે આત્મા સાથે દૂધ અને પાણીની પેઠે રહે તે કર્મ છે. . जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती । अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि ॥६६॥ यथा. पुद्गलद्रव्याणां बहुप्रकारैः स्कंधनिवृत्तिः । ' अकृता परैर्दृष्टा तथा कर्मणां विजानीहि ॥६६॥
અર્થ : કઈ કર્તા નહીં છતાં પુદ્ગલ દ્રવ્યથી જેમ ઘણું ની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ
સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. - વિવેચનઃ કર્મવર્ગણને એ સ્વભાવ છે, તેથી જીવના ભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે. जीवा पुग्गलकाया अण्णोण्णोगाढगहणपडिबद्धा । काले विजुज्जमाणा सुहदुक्ख दिति भुंजति ॥६७॥ जीवाः पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः । काले वियुज्यमानाः सुखदुःखं ददति भुञ्जन्ति ॥६७।।
અર્થ : જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત