________________
પંચાસ્તિકાય
નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ અને પ્રકારથી તત્ત્વજ્ઞા જાણે છે.
જે
૨૮
વિવેચન : આત્મા જ્ઞાનવંત કહેવાય છે પણ તે અભેદ અપેક્ષાએ છે. ધનવંત એવું નામ છે તે ભેદ અપેક્ષાએ છે. गाणी गाणं च सदा अत्थंतरिदो दु अण्णमण्णस्स । दोहं अचेदणतं पसजदि सम्मं जिणावमदं ॥ ४८ ॥
ज्ञानी ज्ञानं च सदार्थांतरिते त्वन्योऽन्यस्य । द्वयोरचेतनत्वं प्रसजति सम्यग् जिनावमतं ॥ ४८ ॥ અર્થ : આત્મા અને જ્ઞાનના સર્વથા ભેદ હાય તા અને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞના સિદ્ધાંત છે.
વિવેચન : જ્ઞાનથી આત્મા ભિન્ન નથી. જ્ઞાન ભિન્ન થાય તે આત્મા જડ થાય અને જ્ઞાન પણ જડ થઈ જાય. ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी । अण्णाणीति य वयणं एगत्तप्पसावगं होदि ॥४९॥
न हि सः समवायादर्थांतरितस्तु ज्ञानतो ज्ञानी । अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति ॥ ४९ ॥
અર્થ : જ્ઞાનના સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવા સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વના એક્ચભાવ થવાના પ્રસંગ આવે.
વિવેચન : જ્ઞાન અને આત્મા જુદા હતા પછી સંયેાગસંબંધ થયા એમ નથી. કારણ તે પહેલાં અજ્ઞાન અને આત્મા એક થતાં જભાવના પ્રસંગ આવે. જ્ઞાન આત્મામાં છે.