________________
પંચાસ્તિકાય
समयो निमिषः काष्ठा कला च नाली ततो दिवारानं । मासर्वयनसंवत्सरमिति कालः परायत्तः ॥२५।। ।।
અર્થ : સમય, નિમેષ, કાષ્ટા, કલા, નાલી, મુહૂર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે.
વિવેચનઃ વ્યવહારકાળનાં નામ આપ્યાં છે. અસંખ્યાત સમય થાય ત્યારે ૧ નિમેષ એટલે આંખ મીચીને ઉઘાડીએ એટલે કાળ થાય. ૧૫ નિમેષ-૧ કાકા, ૨૦ કાષ્ટા=૧ કળા, ૨૦ કળા=૧ નાલી અથવા ઘડી, ૨ ઘડી ૧ મુહૂર્ત, ૩૦ મુહૂર્ત=૧ દિવસ રાત્રી. વ્યવહારકાલ પુદ્ગલના પરિણમનને આધારે છે. નિશ્ચયકાલ સ્વાધીન છે. કેવલી ભગવાને જેમ છે તેમ કહ્યું છે. શ્રદ્ધાનું માહાત્મ છે. णत्यि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता । पुग्गलदव्वेण विणा तम्हा कालो पडुच्चभवो ॥२६॥ नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा। पुद्गल द्रव्येण विना तस्मात्कालः प्रतीत्यभवः ॥२६॥
અર્થ : કાળના કેઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થડે કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદ્ગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ.
વિવેચનઃ અઢી દ્વીપમાં સૂર્યચંદ્ર વગેરેબાહ્ય નિમિત્તથી કાળ માપી શકાય છે. અઢી દ્વિીપની બહાર જોતિષ બધા સ્થિર છે. વૈમાનિક દેવમાં નિરંતર પ્રકાશ છે અને નારકમાં નિરંતર અંધારું છે. પરંતુ અવધિજ્ઞાનથી અને આયુષકર્મના પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં પણ થાય છે. છ દ્રવ્યનું સામાન્ય વર્ણન કરીને હવે દરેકનું વિશેષ વર્ણન કરે છે–