________________
૧૬
પંચાસ્તિકાય
છે, મોક્ષને ઉપાય છે –આ છ પદ દ્રઢ કરે તે પિતાનું હેવાપણું લાગે. શ્રદ્ધા પરમ દુહા ! મેટી વસ્તુ શ્રદ્ધા છે. આત્મા આત્મભાવમાં લીન રહે તે સમ્યગ્દર્શન છે. કાળના બે ભેદ છે– નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. જીવઅજીવમાં ફેરફાર થવાથી જણાય છે તે વ્યવહારકાળ છે. તે ઉપરથી નિશ્ચયકાળ હોવાનું અનુમાન થાય છે. પરાવર્તન એ નિશ્ચયકાળનું લક્ષણ છે.
ववगदपणवण्णरसो ववगददोगंध अट्ठफासो य । अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालोत्ति ॥२४॥ व्यपगतपञ्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च । अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति ।।२४।।
અર્થ : તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનલક્ષણવાળે છે.
વિવેચન : કાળ છે તે પુગલથી જુદે છે. એમાં પુદ્ગલનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ નથી. દ્રવ્યોમાં અગુરુલઘુગુણ છે. કાળમાં પણ સમયે સમયે ઉત્પાદવ્યય-ધવ થાય છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લેકમાં કાળને લઈને જે પરિણતિ થાય છે તેને લઈને અલકમાં કાળદ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણતિ થયા કરે છે. કાલ સ્વપર પરિણતિ કરનાર છે.
समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती। मासोदुअयणसंवच्छरोत्ति कालो, परायत्तो ॥२५॥