________________
- ૭૧
જ્ઞાનગોષ્ટિ ૦ બેસવાથી પાર થાય છે, ન તો ઉતરવાથી પાર થાય છે; પરંતુ બેસીને ઉતરવાથી પાર થાય છે. જે નહિ જ બેસીશું તો આ પાર રહીશું અને જો નહિ ઉતરીશું તો નદીમાં જ રહીશું, નદી પાર નહિ થાય. માટે નદી પાર કરવી હોય તો હોડીમાં બેસવું પણ પડશે અને હોડીમાંથી ઉતરવું પણ પડશે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હા, કયાં બેસવું અને
ક્યાં ઉતરવું એ બરાબર સમજી લેજો, નહિ તો અહીં બેસીને મઝધારમાં ઉતરી જશો ! આ પાર બેસવું અને પેલી પાર ઉતરવું એ બન્ને વાત હોડીમાં બેસતાં પહેલાં સમજવી પડશે, ઘણી સાવધાનીથી યાદ રાખવી પડશે.
દ્રષ્ટિના વિષયનો નિર્ણય આ જ રીતે પૂરી રીતે કરવો પડશે.
દ્રષ્ટિનો વિષય સમજવામાં લોકો ક્યાં ભૂલ કરે છે અને સમ્યગ્દર્શનથી કઈ રીતે વંચિત રહી જાય છે એ વિષે ચર્ચા -
૬. પ્રશ્ન- દ્રષ્ટિના વિષયમાં આપે ગુણો અને પ્રદેશોને તો રાખ્યાં, પરંતુ પર્યાયોને કાઢી નાખી – એ બરાબર ન થયું. જો પર્યાયોને કાઢી નાખવી હતી તો ગુણો અને પ્રદેશોને પણ કાઢવા જોઈતા હતા?
ઉત્તર:- આખા દેશમાં આ જ પ્રશ્ન કરવામાં આવે છે. દ્રષ્ટિ કા વિષય' પુસ્તકમાં પણ આ જ વાત અનેક વખત આવે છે કે શિષ્ય વારંવાર આ જ પ્રશ્ન કરે છે અને આચાર્યશ્રી એ જ જવાબ આપે છે. કે ભાઈ ! દ્રષ્ટિના વિષયમાંથી ગુણભેદને અને પ્રદેશભેદને કાઢ્યા છે, પરંતુ ગુણો અને પ્રદેશોને તો અભેદપણે રાખ્યા છે. તેવી જ રીતે પર્યાયોને નથી કાઢી, પરંતુ કાળભેદને કાઢ્યો છે.
“આ ભગવાન આત્મા પર્યાયથી પાર છે' - એમ કથન આવે છે. તેથી લોકોને એમ લાગે છે કે જુઓ ! તેમાં પ્રદેશોથી પાર છે એમ નથી લખ્યું, ગુણોથી પાર છે એમ નથી લખ્યું. આથી ભમ થાય છે