________________
જ્ઞાનગોષ્ટિ
0 ૬૯
ફરક એટલો છે કે ભલે સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અનુભૂતિ વિના થતી નથી, પરંતુ સમ્યગ્દર્શનની સત્તા અનુભૂતિ વિના પણ હોય છે. જો તે બન્ને એક જ હોત તો અનુભૂતિ નષ્ટ થતાં સમ્યગ્દર્શન પણ નષ્ટ થઈ જાત.
અનુભૂતિના કાળમાં જ્ઞાનગુણે જાણ્યું હતું કે આ આત્મા તે હું છું. તે જ સમયે શ્રદ્ધાળુણે આત્મામાં પોતાપણું સ્થાપ્યું હતું અને ચારિત્રગુણે તેનું ધ્યાન કર્યું હતું; અતીન્દ્રિય આનંદની કણિકા જાગી હતી, વીર્યગુણ ફુરાયમાન થયો હતો. આવા અનંત ગુણોના પરિણમના mixtureનું નામ છે અનુભૂતિ.
અનુભૂતિના કાળ પછી જ્ઞાનગુણ સ્વની બહાર નીકળીને ધંધાદિમાં રોકાઈ ગયો, ધ્યાન પણ ભંગ થઈને બહારની તરફ ચાલ્યું ગયું પરંતુ શ્રદ્ધાળુણ હજુ ત્યાં જ જામેલો રહે છે. “આ હું છું – એમ જે અનુભૂતિના કાળમાં માનેલું તે હજુ પણ તેમજ રહેલું છે. માટે તેને ૯૬,૦૦૦ રાણીઓના સંગમાં પણ સમ્યગ્દર્શન ચાલુ જ રહે છે. શ્રદ્ધાગુણનું પરિવર્તન જે થયું હતું, નિજ ભગવાન આત્મામાં જે એકપણું સ્થાપેલું તે અનુભૂતિના કાળ બાદ પણ એવું ને એવું કાયમ રહ્યું છે દુનિયાની કોઈ તાકાત તેનો નાશ કરી શકતી નથી. આવે સમયે જ્ઞાનગુણ ભલે બહાર આવી ગયો હોય, તેમ છતાં તેનો એક અંશ ભગવાન આત્માને લબ્ધિરૂપે પ્રગટપણે જાણી રહ્યો છે. તેનું નામ સમ્યજ્ઞાન છે. તે જાણે છે કે આ હું છું. વળી, અનુભૂતિના કાળમાં અનંતાનુબંધીનો જે અભાવ થયો હતો, તે હજુપણ કાયમ છે; તેથી સમ્યગ્વારિત્ર પણ કાયમ છે.
આમ આત્માનુભૂતિ ન હોવા છતાં પણ સમ્યદ્રષ્ટિને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય કાયમ રહે છે, તેમનું અસ્તિત્વ અનુભૂતિ . વિના પણ રહી શકે છે.
આ હું છું એવો જે અનુભવ પહેલી વાર અનુભૂતિના કાળમાં