________________
વિસ્તારક્રમ અને પ્રવાક્રમ
બે
આપ સૌ જાણતા હશો કે પરમાણુની રચના ષટ્કોણમય હોય છે તથા ષટ્કોણમય રચના હોવાથી જગ્યા બિલકુલ જ ખાલી રહેતી નથી અર્થાત્ બે પરમાણુ વચ્ચે સ્થાન બિલકુલ ખાલી હોતું નથી. જેવી રીતે એક પરમાણુ તે છ તરફ્થી છ પરમાણુ ચોંટી શકે છે; તેવી જ રીતે આત્માના પ્રદેશોમાં પણ એક પ્રદેશને છ પ્રદેશો ઘેરે છે. આત્માના તે પ્રદેશો અનાદિકાળથી અનંતકાળ સુધી તે જ સ્થિતિમાં રહેશે, ભલે તે પ્રદેશો સંપૂર્ણ લોકાકાશમાં ફેલાઈ જાય અથવા નાના શરીરમાં આવીને સંકેલાઇ જાય.
જેવી રીતે રૂમાલમાં દોરાઓ હોય છે, તે આજુ-બાજુથી એક નિશ્ચિત ક્રમમાં રહે છે. રૂમાલને આપણે ગમે તેવી રીતે ફેરવતા રહીયે તોપણ તેમનો ક્રમભંગ થતો નથી અર્થાત્ ક્રમ બદલાતો નથી.
૪૩
તેવી રીતે લોકાકાશના પ્રદેશોનો એક નિશ્ચિત ક્રમ છે અને તેઓ તે જ ક્રમમાં રહે છે અર્થાત્ તે પ્રદેશોનો એક વ્યવસ્થિત ક્રમ છે અને તે ક્રમ અનાદિકાલથી અનંતકાલ સુધી રહેશે, તેને કદી બદલાવી શકાતો નથી. લોકાકાશના પ્રદેશોની જેમ આત્માના પ્રદેશોનો પણ નિશ્ચિત ક્રમ છે. જ્યારે આત્માના પ્રદેશો સંપૂર્ણ લોકમાં ફેલાઈ જાય છે, ત્યારે પણ આત્માના પ્રદેશોનો ક્રમ તેનો તે જ રહે છે અને તે ક્રમ કદી બદલાવી શકાતો નથી; તેને જ વિસ્તારક્રમ કહે છે.
જ
જેવી રીતે વિસ્તારક્રમમાં પ્રદેશોનું સ્થાન બદલાવી શકાતું નથી, તેવી જ રીતે પ્રવાહક્રમમાં પર્યાયને નિશ્ચિત સમયથી બદલાવી શકાતી નથી. જેવી રીતે પ્રદેશોનો ક્રમ સુનિશ્ચિત છે; તેવી જ રીતે અનાદિકાલથી લઈને અનંતકાલ સુધી જેટલા સમય છે, તેમાં પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય એક-એક સમયમાં ખચિત છે. ન તો એ સંભવ છે કે કાલની પર્યાયને આજે લઈ આવીએ અથવા આજની પર્યાયને કાલ પર લઈ જઈએ.