________________
૪૨
-
• દ્રષ્ટિનો વિષય
અનુસ્મૃતિથી રચિત વિસ્તાર અને પ્રવાહ, ક્ષેત્ર અને કાળની સમગ્રતા (અખંડતા)ના કારણ હોવા જોઈએ. આમ એ સહજ જ ફલિત થાય છે. કે વસ્તુની સમગ્રતા ક્ષેત્રની અખંડતા છે અને વૃત્તિની સમગ્રતા કાળની અખંડતા છે. તાત્પર્ય એ છે કે પરિણામોમાં સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચિત એક પ્રવાહ જ કાળની અખંડતા છે.”
ઉક્ત કથનમાં પ્રત્યેક શબ્દ અલગ-અલગ વ્યાખ્યાની અપેક્ષા રાખે છે. વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમય હોય છે. વસ્તુમાં બે ચીજો હોય છે. એકનું નામ છે વિસ્તારક્રમ અને બીજીનું નામ છે પ્રવાહક્રમ. વિસ્તારક્રમ ક્ષેત્રની અપેક્ષાએ હોય છે અને પ્રવાહકમ કાળની અપેક્ષાએ હોય છે.
આત્માના અસંખ્યાત પ્રદેશોને એવી રીતે ફ્લાવી દઈએકેએક પ્રદેશમાં બીજો પ્રદેશને રહે, તો તે પ્રદેશો સંપૂર્ણ લોકાકાશમાં ફેલાઈ જશે.
કેવળી સમુદઘાતમાં જે લોકપૂરણ દશા થાય છે, તેમાં લોકાકાશના એક-એક પ્રદેશ પર આત્માનો એક-એક પ્રદેશ રહે છે અર્થાત્ જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે; આત્મા લોકાકાશપ્રમાણ અસંખ્યાત પ્રદેશ છે. લોકાકાશમાં જે અસંખ્યાત પ્રદેશ છે અર્થાત ત્રણે લોકમાં જે ઉપર-નીચે, આગળ-પાછળ, આજુ-બાજુમાં પ્રદેશ છે, એ બધા પ્રદેશોનું સ્થાન અનાદિકાળથી નિશ્ચિત છે અને અનંત કાળ સુધી રહેશે. એક પણ પ્રદેશ એક ઈંચ પણ અહીં-તહીં હલશે નહિ તથા તે પ્રદેશોમાં દરેક પ્રદેશની છયે બાજુમાં ક્યા ક્યા પ્રદેશો રહેશે, એ પણ નિશ્ચિત છે.
૧ અનુસ્મૃતિ – અન્વયપૂર્વક જોડાણ (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક ગુંથાયેલા - - જોડાયેલા – હોવાથી તે બધા પરિણામો એક પ્રવાહપણે છે તેથી તેઓ ઉત્પન્ન
કે વિનષ્ટ નથી) પ્રવચનસાર (ગુજરાતી), પાનું ૧૮૭ માંથી સાભાર ૨ સમયસાર અનુશીલન (ગુજરાતી) પાનું ૮૩-૮૪