________________
પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ
♦ આ વાતને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે કે પર્યાયને દ્રષ્ટિના વિષયમાંથી કાઢી છે, વસ્તુમાંથી નહીં; તથા ગૌણના અર્થમાં જ પર્યાયના અભાવની વાત કહી છે, સર્વથા અભાવના અર્થમાં નહીં.
આ જ સંબંધમાં ‘સમયસાર અનુશીલન'નું નીચેનું કથન
૨૧
દ્રષ્ટવ્ય છે :
‘વસ્તુના સામાન્ય અને વિશેષ – એ બે રૂપ દ્રવ્યની અપેક્ષાએ છે, ભેદ અને અભેદ – એ બે રૂપ ક્ષેત્રની અપેક્ષાએ છે, નિત્ય અને અનિત્ય - એ બે રૂપ કાળની અપેક્ષાએ છે તથા એક અને અનેક એ બે રૂપ ભાવની અપેક્ષાએ છે.
જેવી રીતે ગુણોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને ગુણભેદ પર્યાયાર્થિકનયનો, પ્રદેશોનો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને પ્રદેશભેદ પર્યાયાર્થિકનયનો, દ્રવ્યનો અભેદ (સામાન્ય) દ્રવ્યાર્થિકનયનો વિષય છે અને દ્રવ્યભેદ (વિશેષ) પર્યાયાર્થિકનયનો; તેવી જ રીતે કાળ (પર્યાયો)નો અભેદ દ્રવ્યાર્થિકનયનો વિષય થાય છે અને કાળભેદ (પર્યાય) પર્યાયાર્થિકનયનો વિષય બને છે.
અહીં જે જે પર્યાયાર્થિકનયના વિષયો છે, તે સર્વને પર્યાય સંજ્ઞા છે અને જે જે દ્રવ્યાર્થિકનયના વિષયો છે, તે સર્વને દ્રવ્ય સંજ્ઞા છે.
લોકો કહે છે કે જેમ ગુણ-ભેદને (દ્રષ્ટિના વિષયમાંથી) કાઢી નાખ્યો છે અને ગુણોને રાખી લીધા છે, તેવી જ રીતે પર્યાયોના ભેદને કાઢી નાખો અને પર્યાયને રાખી લો. તો હું કહું છું કે અરે ભાઈ ! તે પર્યાયનું મૂળ નામ તો કાળ છે. તે કાળના ભેદને તો દ્રષ્ટિના વિષયમાંથી
૧ સમયસાર અનુશીલન (ગુજરાતી) ભાગ ૧, પાનું ૮૬