________________
દ્રષ્ટિનો વિષય એમ કહેત કે ભારતને આઝાદી તો આપી દઈએ છીએ, પરંતુ દસ વર્ષ માટે જ આઝાદી મળશે. જો દસ વર્ષમાં કોઈ સારું કામ ન કર્યું અને ક્યાંક ગડબડ થઈ, તો અગીયારમા વર્ષમાં અમે આઝાદી છીનવી લઈશું, તો તે આઝાદી કાળથી ખંડિત થઈ ગઈ એમ કહેવાત.
આઝાદી એનું નામ નથી કે જે ક્ષેત્રથી ખંડિત થઈ જાય અથવા જે કાળથી ખંડિત થઈ જાય.
તેવી જ રીતે જે વસ્તુમાંથી કાળ નામનો અંશ કાઢી નાખવામાં આવે તો તે વસ્તુ કાળથી ખંડિત થઈ જશે અને પછી તે વસ્તુ જ નહીં રહે.
અહીં દ્રષ્ટિના વિષયમાં જે ગરબડ થવાની આશંકા છે, તે એ રીતે છે કે આપણને એમ લાગે છે કે પર્યાયના નિષેધમાં કાળની અખંડતા ખંડિત થઈ રહી છે અર્થાત્ પર્યાયનો નિષેધ કરવાથી ભગવાન આત્મા કાળથી અખંડિત રહી શક્તો નથી. આથી હું એ વાતનું પ્રતિપાદન કરવાની કોશિશ કરી રહ્યો છું કે દ્રષ્ટિના વિષયમાં પર્યાયાર્થિકનયની વિષયભૂત પર્યાય ન હોવા છતાં પણ દ્રષ્ટિની વિષયભૂત વસ્તુ કાળથી અખંડિત જ છે.
• જેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર ચીજો હોય, તેનું નામ વસ્તુ છે.
આત્મા એક વસ્તુ છે, દ્રવ્ય છે. આત્માનું અસંખ્યપ્રદેશીપણું તેનું ક્ષેત્ર છે. અસંખ્યાત પ્રદેશ ક્ષેત્ર નથી, કારણ કે અસંખ્યાત પ્રદેશ કહેવાથી અસંખ્યાતનો ભેદ ઊભો થઈ જાય છે, પછી તે એક આત્મા રહેતો નથી. અસંખ્યાતપ્રદેશીપણું અથવા અસંખ્યનો અભેદ-તેનું નામ ક્ષેત્ર છે. અનંત ગુણોનો અભેદ, આત્માનો ભાવ છે. અનાદિ-અનંતતા તેનો કાળ છે.