________________
૧૦૨૦
- દ્રષ્ટિનો વિષય
હોવો જોઈએ, અહીં તેને દ્રવ્યાર્થિકનયનો વિષય કેમ બતાવવામાં આવી રહ્યો છે ?
અહીં જે અંશીને દ્રવ્યાર્થિકનયનો વિષય બતાવવામાં આવી રહ્યો છે, તે અંશી પણ વસ્તુનો એક અંશ જ છે, સંપૂર્ણ વસ્તુ નહીં. સંપૂર્ણ વસ્તુ તો અંશ અને અંશી મળીને થાય છે.
વસ્તુતઃ વાત એમ છે કે દ્રવ્ય’ શબ્દની જેમ “અંશી' શબ્દનો પણ બે અર્થોમાં પ્રયોગ થાય છે. દ્રવ્ય” ના સંદર્ભમાં આ વાતને પહેલાં જ સ્પષ્ટ કરી ચુક્યા છીએ. અહીં જે અંશી અપેક્ષિત છે, તે દ્રવ્યાકિનયના દ્રવ્યના સ્થાન પર છે તથા આ અંશી અને અંશના એકત્રિતરૂપ જે અંશી છે, તેને પ્રમાણના દ્રવ્યના સ્થાન પર સમજવો જોઈએ.
આ તો આપણે પહેલાં જ જણાવી દીધું છે કે મુખ્યતા અને ગૌણતા નયના વિષયમાં જ હોય છે, પ્રમાણના વિષયમાં નહીં.
શ્લોકવાર્તિક' ના આ કથનમાં સ્પષ્ટ લખ્યું છે કે જે અંશમાં તેના બધા અંશ ગૌણ થઈ જાય છે, તે અંશી દ્રવ્યાર્થિકનયનો વિષય છે. પ્રમાણના વિષયભૂત અંશીમાં કોઈ પણ અંશ ગૌણ થતો નથી, બધા અંશ મુખ્ય રહે છે. પ્રમાણના વિષયમાં મુખ્ય-ગૌણતાની વ્યવસ્થા નથી – આનો અર્થ જ એ છે કે બધા અંશ મુખ્ય છે, અંશોના સમૂહરૂપ અંશી પણ મુખ્ય છે, કોઈ પણ ગૌણ નથી.
ઉક્ત કથનની વિશેષ સ્પષ્ટતા માટે “શ્લોકવાર્તિક' ના ઉક્ત કથનનો પૂર્વાપર સંદર્ભ જોઈ લેવો ઉપયોગી થશે, જે આ પ્રમાણે છે :
જેમ અંશી-વસ્તુમાં પ્રવૃત્તિ કરનારા જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે છે, તેમ જ વસ્તુના અંશમાં પ્રવૃત્તિ કરનારા અર્થાત્ જાણનારા નયને પ્રમાણ કેમ ન મનાય ? અતઃ નય પ્રમાણ સ્વરૂપ જ છે.