________________
પરિશિષ્ટ
પ્રકરણ - ૨ - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય
સ્વરૂપ અને વિષયવસ્તુ મૂળનોની ચર્ચા કરતી વખતે નિશ્ચય-વ્યવહારની સાથે જ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની ચર્ચા પણ મૂળનયોના રૂપમાં કરવામાં આવી હતી. તેમાંથી નિશ્ચય-વ્યવહારની ચર્ચા તો અપેક્ષિત વિસ્તારની સાથે કરી દીધી છે. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની ચર્ચાનો વારો છે.
પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે. વસ્તુના સામાન્ય અંશને દ્રવ્ય અને વિશેષ અંશને પર્યાય કહે છે. તેથી જ વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનાર જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિકનય અને વિશેષ અંશને ગ્રહણ કરનાર જ્ઞાનના અંશને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે તથા બન્ને અંશોને એક સાથે ગ્રહણ કરનાર જ્ઞાનને પ્રમાણ કહે છે.
આમ આ નિશ્ચિત થયું કે વસ્તુનો સામાન્યાંશ દ્રવ્યાર્થિકનયનો, વિશેષાંશ પર્યાયાર્થિકનયનો તથા જેમાં સામાન્ય અને વિશેષ બન્ને અંશ ગર્ભિત છે – એવી સામાન્ય-વિશેષાત્મક સંપૂર્ણ વસ્તુ પ્રમાણનો વિષય છે. જેમ કે કહેવામાં પણ આવ્યું છે :
“સામાન્યવિશેષાત્મા તદર્થો વિષયઃ |
સામાન્ય-વિશેષાત્મક પદાર્થ પ્રમાણનો વિષય છે.” પ્રમાણ, નય અને નિક્ષેપનો વિષય બતાવતાં નયચકકાર લખે છે –