________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
શક્તિ છે. એ અભવી પરિણમી શકતા નથી એવા એ નથી એમ કહે છે. આ...હા...હા...
વસ્તુ છે ને, અંતરમાં ચૈતન્ય સત્વનું સત્વ એનું સત્વ જે છે એ તો જ્ઞાયકપણાનું અનંતગુણનું પૂરણરૂપ છે. જે પોતે સ્વતઃપણે સ્વયં અંતરના સ્વભાવપણે પરિણમી શકવાની નિત્ય નિગોદના જીવને પણ તાકાત છે અહાહા... ભલે એ ટાણે ન કરી શકે પણ એનામાં તાકાત છે. નિત્ય નિગોદનો જીવ નીકળીને પણ, માણસ થઈને પરમપારિણામિક સ્વભાવનો અનુભવ કરી અંતમુહૂર્તમાં મુક્તિને પામે (બરાબર). આહાહાહા...
અભવ્ય પરિણામી જીવાનામ્ સહિત નથી, આહાહાહા.... એથી આમ કહ્યું, અભવ્ય જીવને તો જીવ શુદ્ધપણે વસ્તુ તો છે પણ એ પરિણમવાને યોગ્ય નથી. પૂરણ જીવનું સ્વરૂપ છે તેવું થવાને લાયક એ નથી એમ નિત્ય નિગોદમાં નથી. આહાહાહા.... ભલે નિત્ય નિગોદમાં ત્રસ થયો નથી અત્યાર સુધી, પણ એ જીવમાં એવી તાકાત છે કે પરિણમી શકે એવી તાકાત છે. વસ્તુ તો છે પણ તે શુદ્ધ પરિણમી શકે તેવી લાયકાતવાળા નિગોદના જીવો પણ છે. આહાહાહા.... છે ? શુદ્ધપણે જ છે. આહાહાહા.... જેનું સત્વ ચૈતન્ય એ શુદ્ધ જ છે. ભલે નિત્ય નિગોદમાં હોય, ત્રસપણું પામ્યા પણ ન હોય, પણ એની વસ્તુ તો શુદ્ધ, પવિત્ર, આનંદકંદ અને પરિણમવાને યોગ્ય છે. આહાહાહા.... ત્યાંથી નીકળીને અંતર્મુહૂતે મનુષ્ય થાય, એકાદ ભવ કરે નિગોદથી ને પછી મનુષ્ય થાય, એ આઠ વર્ષે શુદ્ધ સ્વરૂપનું પરિણમન કરીને મુક્તિ પણ પામે આહાહાહા.... એવી એનામાં તાકાત છે. નિત્ય નિગોદ જેમાં ત્રસપણું હજુ પામ્યા નથી એવા જીવોમાં પણ એવી તાકાત છે કે અહીં જરી મનુષ્ય એકાદભવ વચ્ચે કરે અને મનુષ્ય થાય, આઠ વર્ષે આહાહાહા.... નિગોદનો અનાદિ સાંત ભાવ કરી અને સિદ્ધનો સાદિ અનંત ભાવ પ્રગટ કરી શકે છે. આહાહાહા...
ભાષા કામ ન કરે ત્યાં, ભાવની ત્યાં સામર્થ્યની બલિહારી છે. એ વાત અંદર બેસવી... આહાહાહા.... એ જ્ઞાનમાં એ વાત આવ્યા