________________
શ્રી વીતરાગાય નમઃ
નિયમસાર
ગાથા ૧૧૦, સળંગ પ્રવયન નં. ૧૨૩
कम्ममही सहमूलच्छेदसमत्थो सकीयपरिणामो । साहीणो समभावो आलुंछणमिदि समुट्ठिं । ११० ।।
છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં, સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આવ્યુંછન કહ્યા. ૧૧૦
નિયમસાર ૧૧૦ ગાથા, અહીં સુધી આવ્યું છે, નિત્ય નિગોદના જીવોને પણ, શું કહે છે ? આ આત્માનો જે પંચમ પરમભાવ, વસ્તુ તરીકે, સત્તા તરીકે અસ્તિત્ત્વ તરીકે, જે સત્ય છે એ નિત્ય નિગોદના જીવોને પણ શુદ્ધનિશ્ચયથી તે પરમભાવ “છે”. ‘“અભવ્ય પરિણામી જીવાનામ્ સહિત નથી. એટલે એના પરિણામ ન પરિણમી શકે, શુદ્ધ સ્વભાવે ન પરિણમી શકે એવું એને નથી, અભવ્ય જીવને વસ્તુ છે, પણ એને આશ્રય નથી. તેથી તે તેને લાયક નથી. એમ આહિઁ નિગોદના જીવને લાયક નથી એમ નહીં, એમ ક્યુ છે. નિગોદના જીવમાં પણ આહાહાહા... એ લસણ ને ડુંગળી એની જે કટકી રાઈ જેટલી લ્યો તો અસંખ્ય તો શરીર છે અને અનંત એક એક જીવને તૈજસ, કાર્માણ શરીર છે. એવા એક અંગોના અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ, પણ એ આત્માનું જે સત્વદળ છે, એ તો નિત્યનિગોદના જીવને પણ શુદ્ધ જ છે. આહાહાહા... (બરાબર) નિત્ય નિગોદના જીવોને ‘“પણ’”, એમ, પ્રગટ થયું છે એને તો ઠીક, પણ નિત્ય નિગોદના જીવોને પણ, શુદ્ધ નિશ્ચયથી પરમભાવ, અભવ્ય પરિણામી જીવાનામ્ સહિત નથી, શુદ્ધ છે. એ આનંદ અને પરમાત્મ સ્વરૂપે શુદ્ધ જ છે અને તે પરમાત્મ સ્વરૂપે પરિણમી શકે એમ છે. નિત્ નામ નિત્ય નિગોદના જીવમાં પણ એવી