________________
uu
સ્વતંત્રતાની પરાકાષ્ટા
સમ્યક્દર્શનનો અને એનો જે વિષય આહાહા.. આવો છે. એ ત્યાં હ્યું'ને ૧૪૪ માં, એ શૈલી આમાં લીધી છે. ઈ સમ્યક્દર્શન ના, કાળે તે, શ્રદ્ધાય છે. તે કાળે જ્ઞાન એમ થાય છે, જ્ઞાનમાં આવ્યો છે, જણાણો ત્યારે તેનું જ્ઞાન છે (બરાબર) આહાહા. શાસ્ત્રથી જાણ્યું, જે વસ્તુ ઈ કોઈ સમ્યક જ્ઞાન નહીં, જે જ્ઞાનની પરિણતિમાં “જ્ઞાયક' જણાણો તે જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. (બરાબર) આહાહા.. જે શ્રદ્ધામાં આખો પેઠો એની પાચન શક્તિ શ્રદ્ધાની એટલી છે. જેમ અગ્નિમાં પાચન શક્તિ છે કે ગમે તેવા અનાજને પકવી દે, પકવી દે. એમ શ્રદ્ધાની એટલી પાચન શક્તિ છે કે દ્રવ્યને સ્પર્યા વિના, અડ્યા વિના એ પૂરણ અનંતગુણના રૂપને શ્રદ્ધી લે, જાણી લે, માની લે, (જી પ્રભુ) હૈ ? આહાહા... ભગવાન, આવો તું છો હોં. (જી નાથ) આહાહા... એ મોટપને હણી ન થવા દે. આહાહા.... આંહી કહે છે (જી) વીતરાગ ભાવ પરમાનંદરૂપ એક, અતિન્દ્રિય સુખ સ્વરૂપ, આહાહા...
અને અમૃત કા રસનો સ્વાદ એ અમૃતના રસના સ્વાદ રૂપે આત્મા પરિણમે છે, એમ કહે છે, (જી) આહાહા... સમજાણું કાંઈ? (જી સાહેબ) અને એમાં એમ કહ્યું ને “સર્વગુણાંશ તે સમકિત'. એમ કહ્યું ને ભાઈ, સર્વ ગુણાંશ તે સમકિત'. શ્રીમદ્ અને આપણે અહીં ‘રહસ્યપુર્ણ ચિઠ્ઠીમાં ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ એકદેશે સર્વ પ્રગટ થાય છે. “રહસ્યપુર્ણ ચિઠ્ઠી', કેવળીને સર્વ ગુણ પૂરણ પ્રગટ થાય છે. આહાહા.... ઈ આંહી કહે છે (જી) દેવીલાલજી, આવી વાતો છે.
પ્રમાણ વચન, ગુરુદેવ.... છ વસ્તુને પકડે તેનું નામ આત્મા ઉપાદેય છે. ધારણામાં આ હેય છે,
આ ઉપાદેય છે- એમ કર્યા કરે તેનું નામ હેય-ઉપાદેય નથી. લક્ષ છોડી દેવું તેનું નામ હેય છે અને વસ્તુને પકડવી તેનું નામ ઉપાદેય છે. આત્મામાં એકાકાર થાય ત્યારે આત્મા ઉપાદેય થયો કહેવાય. રાગાદિનું લક્ષ છૂટી જવું તેનું નામ તેને હેય કર્યો કહેવાય.
- પૂજ્ય ગુરુદેવ દ્રવ્યદ્રષ્ટિ જિનેશ્વર)