________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
ગુણો... આકાશના પ્રદેશ, પ્રભુ ક્યાં અંત છે ક્યાંય ? (જી) આકાશ, આકાશ, આકાશ... આમ ચારેય બાજુ અરૂપી (જી) ક્યાં એનો છેડો? છેડો તો પછી શું ? આહાહા.. એવો જે અંત વિનાનો આકાશ એના જે પ્રદેશોની સંખ્યા એ શું કહેવું આહાહા- એનાથી અનંત ગુણા એક ભગવાનમાં રૂપ છે આખામાં. (બરાબર) અનંતગુણમાં ગુણ છે, અને અનંત જેટલા ગુણ છે, તેવું એક-એક ગુણમાં અનંત રૂપ છે. આહાહા....(બરાબર) અને એની એક એક પરિણતિમાં પકારકનું પરિણમન. પટકારક ગુણ છે માટે નહીં.. આહાહા...(આહ) આહાહા. હૈ. એ ઉત્પાદનો કાળ જે પકારકમાં સમ્યક્દર્શન જ્ઞાનની પર્યાયનો છે એને કાંઈ ધ્રુવની અપેક્ષા નથી (બરાબર) જેના અનંતગુણનું રૂપ એવા ગુણોની પણ જેને પરણતિ ને અપેક્ષા નથી (બરાબર) આહાહા..
ભગવાનનો મોક્ષ છે ને આજ, પર્યાયનો આહાહા.. ગુણની ખાન એવી છે કે આહાહા... (બરાબર) એ પર્યાયમાં, એ આખુ દ્રવ્ય આવે નહીં, પણ પર્યાયમાં આખા દ્રવ્યનું સામર્થ્ય કેટલું છે એ શ્રદ્ધા જ્ઞાનમાં આવી જાય (બરાબર) આહાહા.. સમજાણું કાંઈ ? (જી, સાહેબ) આ તો મારગ બાપુ અલૌકિક છે. (આવું ભગવાનનું સ્વરૂપ છે) સ્વરૂપ એવું છે તારું પોતાનું સ્વરૂપ એવું છે, આહાહા. એની ખબર નથી, ખબર નથી.. ભીખારી થઈને કોડી-કોડીનું કલ્યાણ પામે છીએ એવું આવે છે ને, એક ઠેકાણે... - ત્રણ લોકના નાથ ક્યાં ક્યાં રહે છે? જરી મને માન આપે. આહાહા.... મને સારો કહો, મને મોટો કહો. પૈસાવાળા કહો, બીજાથી અધિક ભિખારી પાડ્યા છે બધા (બરાબર) કોડી-કોડીનો ભિખારી. (જી) આહાહા.. પોતાને ભૂલી ગયો... (પૈસા આત્મામાં નથી એટલે માંગવા પડે ને) એમ કહે કે આત્મામાં નથી. આ પૈસા, એટલે માંગવું પડે ને, આહાહા... ભગવાનજીભાઈ, આહાહા.. એ જેમાં નથી એને માંગે એ ભિખારા છે એમ કહે છે આહાહા... (જી, સાહેબ) ઝીણી વાત બાપુ...