________________
Uo
સ્વતંત્રતાની પરાકાષ્ટા
અતિન્દ્રિય, એ વસ્તુ અતિન્દ્રિય છે, એથી અતિન્દ્રિય સુખનાં સ્વાદથી જણાયે એવી છે. સમજાણું કાંઈ ? (જી, સાહેબ) દેવજીભાઈ.. આવી વાતુ છે. અતિન્દ્રિય સુખ સ્વરૂપ (બરાબર) પરમાનંદ શબ્દ લીધો ને એ પરમાનંદ સ્વભાવ પરિણતિનો લીધો છે. પરિણતિ દ્વારા આવા પરમાનંદ સ્વરૂપ મૂર્તિ રહીત જ્ઞાનમયીને જાણ. (બરાબર) આહાહા... કયો સમજાય છે કે નહીં કાંઈ? (જી, સાહેબ) કઈ અપેક્ષા કહેવાય છે, તે અપેક્ષાથી જાણવું જોઈએને... સમજાણું કાંઈ ? ઘણી અપેક્ષા, ભાઈ કહેતા'તાને ચંદુભાઈ કહે, કઈ અપેક્ષાએ... કેવુ જ્ઞાન. ગમે તે અપેક્ષા આવે તેને જાણવું તો પડે ને આપણે એવું જ્ઞાન થયું એ અપેક્ષા જાણ... (જી, સાહેબ) આહાહા. એ તો ભગવાન જ્ઞાનમયી છે એમ કીધું ને હૈં. હવે એને જાણવા માટે નિમિત્તથી થાશે કે વ્યવહારથી એતો જાણવાની તાકાતવાળો છે. આ રીતે હોય ને આ રીતે ન હોય એ અપેક્ષા એને જ્ઞાનમાં યથાર્થ છે. હૈ.. આહાહા (બરાબર) કેમકે એ તો લોકાલોકને જાણે, એવો તેનો સ્વભાવ છે (બરાબર) આહાહા... એમાં તો કઈ અપેક્ષા એ લીધું એ બધું આવી ગયું કે નહીં? હૈ. (બધું આવી ગયું) (બરાબર) (પરમસત્ય)
અતિન્દ્રિય સુખ સ્વરૂપ એ પણ પાછા અમૃત કે રસ કે સ્વાદ આ રાગનો સ્વાદ છે પુણ્યનો એ તો ઝેરનો સવાદ છે (બરાબર) આહાહા... વ્યવહારથી નિશ્ચય થાય એમ કહે છે ને એને ઉડાડે છે, સમજાણું કાંઈ? (જી સાહેબ) એકાંતે એમ કહે છે, નિશ્ચયથી થાય ને વ્યવહારથી થાય એ અનેકાંત છે, વ્યવહારથી ન થાય એ એકાંત એ પોકાર છે. સોનગઢ સામે, એ સોનગઢ સામે નહીં. આ ભગવાનની સામે કહે છે. આહાહા... (જી) (જીત) ભગવાન, તુ ભગવાન પૂર્ણાનંદનો નાથ, પ્રભુ આહાહા...
“અલિંગગ્રહણમાં કહ્યું તું ને. ભાઈ. છઠ્ઠો બોલ, અલિંગગ્રહણ. છઠ્ઠો બોલ, ઈન્દ્રિયથી જણાય એવો નથી, અતિન્દ્રિય છે. ઈન્દ્રિયથી જાણે એવો નથી (બરાબર) ઈન્દ્રિયથી જણાય એવો ભગવાન નથી (બરાબર) આહાહા.. એ અતિન્દ્રિય પર્યાયથી જણાય એવો છે (બહુસ્પષ્ટ) આ