________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૪૭
છે. શું કીધું, સમજાણું? પાઠના શબ્દો છે એ શબ્દાર્થમાં, અન્વયાર્થમાં નથી લીધાં. એનો સંસ્કૃત છે એનું અર્થમાં લીધું છે, પાઠ છે “મુણિ” સંસ્કૃત છે “મનસ્વ” શબ્દાર્થમાં પણ એ આવ્યું જુઓ. હે યોગણે એનો શબ્દાર્થમાં માથે શરૂઆતમાં છે. યોગી, નિશ્ચય કરકે નિયમ નામ, નિશ્ચય કરકે, નિશ્ચય કરકે તો આત્મા કો ઐસા “મનસ્વ' જાણ. એ જાણની વાતની અંદરમાં હવે વિશેષતા બતાવે છે. આહાહા... સમજાણું કાંઈ? (જી સાહેબ). મનસ્વ આહાહાહા... અને એ પરમાનંદ થઈ ગયો, ભેગું નાખી દેશે આમાં, મૂર્તિ રહિત જ્ઞાનમયી પરમાનંદ સ્વભાવ એમ લીધું. પાઠ પરમાનંદ સ્વભાવ પણ એવો જે પરમાનંદ સ્વભાવ જ્ઞાન સહિત, મૂર્તિ રહિત એને જાણ. ગુરુ એમ કહે છે. યોગીન્દ્ર દેવ સંત છે. ત્રણ કષાયનો અભાવ ને પ્રચુર આનંદના સ્વસવેદનની ભૂમિકામાં બેઠા છે. (જી, સાહેબ). પ્રચૂરઆનંદ છહે ગુણસ્થાને મુનિ છે ને. આહાહા.. પાંચમી ગાથામાં આવે છે કે, પ્રચૂર સ્વસવેદન, જેનો આનંદ, જેનો ટ્રેડમાર્ક છે, (બરાબર) અનુભવનો રજીસ્ટર્ડ થયેલો ટ્રેડમાર્ક શું છે કે? કે આનંદ. આહાહા... એમ સમ્યક્દર્શન જ્ઞાનમાં આનંદ આવે એ એનો ટ્રેડમાર્ક છે ઈ એનો. સમજાય છે કાંઈ ? (જી, પ્રભુ) આવો માર્ગ છે ઈ હવે કહે છે બહુ. આહાહા...
જોકે વીતરાગભાવ પરમાનંદરૂપ, જોયું, હવે જાણે શી રીતે ? આવો મૂર્તરહિત, કે જ્ઞાનમયી પરમાનંદ સ્વભાવ, હવે ઈ પરમાનંદ સ્વભાવનું વર્ણન એકલો પરમાનંદ સ્વભાવ ન લેતાં પરમાનંદ સ્વભાવના પરિણમનથી એને જાણ. લાલચંદભાઈ, આહાહા... આહાહા... શું કહે છે? (હા, જી) વીતરાગભાવ કેમકે વસ્તુ વીતરાગ સ્વરૂપ છે. (બરાબર) એને વીતરાગ ભાવના પરિણતિએ જાણ આહાહા.. આ તો કાલ આવી ગયુ, આ તો આ નવું છે ને આ જરી નવા આવ્યા છે ને, જરા કેટલાક, સમજાણું કાંઈ? આહાહા.. વીતરાગભાવ એ અમૂર્ત હોવા છતાં એ સ્વરૂપ વિતરાગભાવ છે (બરાબર) એ આંહી નથી કહેવું, પણ વીતરાગભાવની પરિણતિ દ્વારા એને જાણ. (જી) આહાહા.. સમજાણું કાંઈ ? (જી,