________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
આત્મામાં. એવી સિદ્ધની દ્રષ્ટિ, સિદ્ધનું જ્ઞાન ને સિદ્ધનું ચારિત્ર (બરાબર) એને અહીંયા ખરેખર જિન માર્ગમાં ચેતન પ્રતિમાને જિન પડિમા અને એને વંદનીય યોગ્ય નિશ્ચયથી કહેવામાં આવે છે. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર, જી પ્રભુ) તૈસે હી રૂપ સદશ ધાતુ પ્રતિમા સો વ્યવહારે કરી વંદન યોગ્ય છે, જુઓ, ઓલામાં ના પાડી'તી ને વંદન યોગ્યની, ઈ વ્યવહારે વંદના યોગ્ય છે, પણ એમાં હોંશ આવી જાય કે હાં, એ તો આવે છે ને, પણ જે રાગ છે એ ખેદનું કારણ દુઃખનું કારણ છે એની હોંશ છે એને દ્રવ્ય દૃષ્ટિ નથી, એને દ્રવ્ય સ્વભાવનો અનાદર છે (અનાદર છે, જે પ્રભુ) સમજાણું કાંઈ ? (બરાબર) આગે ફરી કહે.
दसणअणंतणाणं अणंतवीरिय अणंतसुक्खा य सासयसुक्ख अदेहा मुक्का कम्मठबंधेहि ॥१२ निरूवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण । . सिध्धट्ठाणम्मि ठिया वोसरपडिमा धुवो सिध्धा ॥१३
સિદ્ધની પ્રતિમાને હવે આંહી કહે છે. (બરાબર) આ સિદ્ધની પ્રતિમા સ્થાપે એ નહી હો. સિદ્ધ ભગવાન એ ચૈતન્ય પ્રતિમા એ સિદ્ધ ભગવાન એ ચેતન્ય પ્રતિમા (બરાબર) શ્રીમમાં આવે છે. શ્રીમમાં આવે છે ને ચૈતન્ય પ્રતિમા સ્થાપ, ચૈતન્ય પ્રતિમા સ્થાપ, આવે છે. (બરાબર) આવે છે. શ્રીમદ્ધ પાછળ આમાં, આમાં આવે છે જો? જિન ચેતન પ્રતિમા સ્થાપ, સમજાણું કાંઈ ? (બરાબર) જો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સુખ, તિનહી કરી સહીત હૈ એવા સિદ્ધ ભગવાન (જી હૉ) - શાશ્વત અવિનાશી સુખ સ્વરૂપ હૈ (બરાબર) લ્યો, વધારે લીધું નહીં તો ઓલામાં અનંત સુખ આવી ગયું તું પણ કેવું સુખ છે, શાશ્વત સુખ છે. અતિન્દ્રિય આનંદનું સુખ. સ્વનું સુખ ! (સ્વનું સુખ) આહાહા... (બરાબર) પોતામાં સુખ છે ઈ માન્યતા છોડીને ક્યાંય પણ શુભ વિકલ્પ છે, એમાં સુખ છે, દ્રષ્ટિ મિથ્યાત્વ છે. (બરાબર મિથ્યાત્વ) વ્યવહારનો